આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર

ઇડર તાલુકાના ગામે 45 વર્ષિય મહિલા પર ઘરમાં ઘુસી ગામના જ ઇસમે જબરજસ્તી બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ મહિલા પોતાના પુત્ર અને તેમની પુત્રવધુ સાથે પાડોશીના ઘરે ટીવી જોવા ગયા હતા. જે બાદમાં તેઓ એકલા ઘરે આવીને સુઇ ગયા બાદ ઇસમે ઘરમાં પ્રવેશ કરી મહિલાને ચપ્પુ બતાવી બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી મહિલાએ બૂમાબૂમ કરતાં તેમનો પુત્ર સહિતના આવી જતાં ઇસમ નગ્ન હાલતમાં ભાગી છુટ્યો હતો. આ તરફ ઇસમના ઘરે કહેવા જતાં ઇસમોએ ભેગા મળી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના ગામેથી વિકૃત અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક 45 વર્ષિય મહિલા પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે ગત તા.14 જૂનના રોજ રાત્રે પાડોશીના ઘરે ટીવી જોવા ગયા હતા. જે બાદમાં રાત્રે અગિયારેક વાગે મહિલા પોતાના ઘરે આવીને સુઇ ગયા હતા. જ્યાં અચાનક કોઇએ આવીને તેમને લાફો મારતાં તેઓ જાગી ગયા બાદ અજાણ્યાં ઇસમે મહિલાના કપડા કાઢી બળાત્કાર કરવાની કોશિષ કરી હતી. જેથી મહિલાએ બુમ પાડવા જતાં ઇસમે ચપ્પુ બતાવીને જો બુમો પાડી છે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જે બાદમાં ઇસમે ચપ્પુની અણીએ મહિલા સાથે જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમ્યાન મહિલાને બુમાબુમ કરતાં તેમના પુત્રો સહિતના આવી જતાં સુરેશ નગ્ન હાલતમાં નાસી છુટ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇડર તાલુકાના ગામે મહિલા સાથે બનેલી ઘટનાને લઇ ચકચાર મચી ગઇ છે. ગત 14 જૂનની રાત્રે બનેલી ઘટના બાદ મહિલાના પુત્ર સહિતનાએ ઇસમને ઝડપી પાડ્યા બાદ બંને વચ્ચે મારામારી પણ થઇ હતી. જે બાદમાં ઇસમ નગ્ન હાલતમાં પોતાના કુવા તરફ નાસી છુટ્યો હતો. જેથી ઘટના બાદ મહિલાનો પરિવાર ઇસમના ઘરે કહેવા જતાં તેની પત્નિ અને દીકરાએ કહેલ કે, આ મહિલા સાથે બરાબર જ કર્યુ છે. જો તમે કોઇ તેનું ઉપરાણું લેશો તો તમોને પણ જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. સમગ્ર મામલે મહિલાએ ગામના ઇસમ સહિત કુલ ત્રણ વ્યક્તિ સામે ઇડર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ઇડર પોલીસે આઇપીસી 376(1), 450, 323, 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code