લાઇફસ્ટાઇલઃ શું તમારા વાળ પણ કાયમ રહે છે ગુંચવાયેલા, તો ઘરે જ સરળતાથી બનાવો ડિટેંગલ સ્પ્રે
આ મિક્સ કર્યા બાદ આ મિશ્રણને થોડીવાર સુધી આમ જ રહેવા દો. થોડીવાર પછી આ મિશ્રણમાં જોજોબા ઓઈલ નાંખી મિક્સ કરો અને હલાવો. આ મિશ્રણમાં થોડું પાણી નાંખી સારી રીતે મિક્સ કરો. તમે તમારા પ્રમાણે પાણી નાંખી સ્પ્રેની કન્સીસ્ટન્સીને એડજસ્ટ કરી શકો છો. હવે આ તૈયાર સ્પ્રેને એક બોટલમાં ભરી લો.

અટલ સમાચાર, ડેસ્ક
લાંબા અને ભરાવદાર વાળ દરેક મહિલાને સુંદર બનાવે છે. કહેવામાં આવે છે કે મહિલાઓના વાળ તેમની સુંદરતાની નિશાની છે. જો કે વાળની ખૂબસુરતી માટે મહેનત પણ તેટલી જ કરવી પડે છે. વાળની કેર કરવી પણ સરળ નથી. અનેક વાતોનું ધ્યાન પણ રાખવુ પડે છે. વાળ નાના હોય કે મોટા કાયમ ગુંચવાયેલા રહે છે. ગુંચવાયેલા વાળ ઓળવા એક પરેશાનીથી ભરપૂર કામ છે. આવામાં કેટલીક વખત માર્કેટમાં મળતા પ્રોડક્ટ્સ જે વાળની ગુંચ કાઢવામાં મદદ કરે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એવામાં ક્યારેક આપણે પણ વિચારીએ છીએ કે આવી કોઈ પ્રોડક્ટ આપણી પાસે પણ હોવી જોઈએ, જે વાળની ગુંચ સરળતાથી કાઢી શકે. માર્કેટમાં મળતા પ્રોડકટમાં મોટા પ્રમાણમાં કેમિકલ અને પ્રિઝર્વેટિવ આવતા હોય છે જે હાનિકારક હોય છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો
આવા પ્રોડક્ટથી વાળને કેટલું નુક્શાન પહોંચશે તે નક્કી કરવું મુશ્કેલ છે. એવામાં તમે વાળને કોઈ પણ પ્રકારનું નુક્શાન પહોંચાડ્યા વગર વાળની ગુંચ કાઢી શકો તેવી એક ટેક્નીક અમે આપને જણાવીશું. જી હાં, ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓથી તમે ડિટેંગલ હેર સ્પ્રે બનાવી શકો છો. આવો જોઈએ હોમમેડ ડિટેંગલ સ્પ્રે કઈ રીતે તૈયાર કરી શકાય છે.
ડિટેંગલ સ્પ્રે બનાવવાની સામગ્રી-
1 એપલ સાઈડર વિનેગર
1 કપ પાણી
1 જોજોબા ઓઈલ
એસેંશિયલ ઓઈલના કેટલાક ટીપાં
એક સ્પ્રે બોટલ
આ રીતે તૈયાર કરો ડિટેંગલ સ્પ્રે
ડિટેંગલ હેર સ્પ્રે બનાવવા માટે સૌથી પહેલા તમારે એપલ સાઈડર વિનેગરમાં એસેંશિયલ ઓઈલના ટીપાં મિક્સ કરવાના રહેશે. આ મિક્સ કર્યા બાદ આ મિશ્રણને થોડીવાર સુધી આમ જ રહેવા દો. થોડીવાર પછી આ મિશ્રણમાં જોજોબા ઓઈલ નાંખી મિક્સ કરો અને હલાવો. આ મિશ્રણમાં થોડું પાણી નાંખી સારી રીતે મિક્સ કરો. તમે તમારા પ્રમાણે પાણી નાંખી સ્પ્રેની કન્સીસ્ટન્સીને એડજસ્ટ કરી શકો છો. હવે આ તૈયાર સ્પ્રેને એક બોટલમાં ભરી લો.
હેર કંડિશનર ડિટેઈલિંગ સ્પ્રે
2 થી 3 ટેબલ સ્પૂન હેર કંડિશનર
1 કપ ગરમ પાણી
થોડાં ટીપા એસેન્શિયલ ઓઈલ
સ્પ્રે બોટલ
આ પ્રકારનું ડિટેંગલ સ્પ્રે બનાવવા માટે એક સ્પ્રે બોટલ લો અને તેમાં હેર કંડિશનર નાંખો. આ કંડિશનર ભરેલી બોટલમાં ગરમ પાણી નાંખી મિક્સ કરો. આ મિશ્રણમાં એસેંશિયલ ઓઈલના ટીપાં નાંખી મિકસ કરો. આ તમામ વસ્તુઓ મિક્સ કરવાથી એક મિશ્રણ તૈયાર થશે. તમે આ મિશ્રણને લિવ ઈન કંડિશનર તરીકે વાપરી શકો છો. જણાવી દઈએ કે આ મિશ્રણનો ઉપયોગ કરવાથી વાળ સુકાઈ ગયી પછી પણ તેમની ગુંચ કાઢવામાં કોઈ સમસ્યા નહી થાય.
એલોવેરો જેલ ડિટેંગલ સ્પ્રે બનાવવાની સામગ્રી
½ ટી સ્પુન એલોવેરા જેલ
એક ચમચી આર્ગન અથવા જોજોબા ઓઈલ
એસેંશિયલ ઓઈલના ટીપાં
ડિસ્ટિલ્ડ વોટર
આ સ્પ્રે બનાવવા માટે સૌથી પહેલા એલોવેરા જેલમાં કૈરિયર ઓઈલ અને એસેન્શિયલ ઓઈલ નાંખી તેને મિક્સ કરો. જ્યારે આ મિશ્રણ તૈયાર થઈ જાય તો તેને એક બોટલમાં ભરી લો અને ત્યાર બાદ આમાં ડિસ્ટિલ્ડ વોટર એડ કરો. ત્યાર બાદ સારી રીતે મિક્સ કરો અને તમારો સ્પ્રે તૈયાર છે. તમે વાળ ઓળતા પહેલા આ ડિટેંગલ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો.