અમદાવાદથી જયપુર જતી ફ્લાઇટમાં ઘુસ્યું કબુતર, યાત્રીઓ હેરાન પરેશાન

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદથી જયપુર આવી રહેલી ગો એર ફ્લાઇટ જી 8-702 શુક્રવારે ઉપડતા પહેલા તેમાં કબૂતર ઘુસી ગયું હતુ. આ જોઈને ક્રુ મેમ્બર્સ અને ત્યાં હાજર મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. પછી ફ્લાઇટ ગેટ ખોલીને કબૂતરને બહાર કાઢવામાં આવ્યું હતું. મુસાફરોએ તેમના મોબાઈલ ફોનથી આખી ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. અટલ સમાચાર આપના
 
અમદાવાદથી જયપુર જતી ફ્લાઇટમાં ઘુસ્યું કબુતર, યાત્રીઓ હેરાન પરેશાન

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદથી જયપુર આવી રહેલી ગો એર ફ્લાઇટ જી 8-702 શુક્રવારે ઉપડતા પહેલા તેમાં કબૂતર ઘુસી ગયું હતુ. આ જોઈને ક્રુ મેમ્બર્સ અને ત્યાં હાજર મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. પછી ફ્લાઇટ ગેટ ખોલીને કબૂતરને બહાર કાઢવામાં આવ્યું હતું. મુસાફરોએ તેમના મોબાઈલ ફોનથી આખી ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદથી જયપુર આવતી આ ફ્લાઇટ શુક્રવારે સાંજે સાડા ચાર વાગ્યે એપ્રોન પર લાવવામાં આવી હતી. દરેક મુસાફરો ફ્લાઇટમાં સવાર હતા. જ્યારે તમામ મુસાફરો ફ્લાઇટમાં સવાર થતા ફ્લાઇટ્સના દરવાજા બંધ થઈ ગયા હતા. ત્યારબાદ ફ્લાઇટ બપોરે 4:50 વાગ્યે રનવે પર પહોંચવાની હતી. મુસાફરે તેની હેન્ડ બેગ મુકવા માટે ફ્લાઇટનો સામાનનો શેલ્ફ ખોલ્યો, ત્યાંથી કબૂતર બહાર આવ્યું હતું. કબૂતરને ફ્લાઇટમાં જોઇને બધા મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પ્રવાસીઓએ પણ હંગામો કર્યો હતો. ક્રૂ મેમ્બરે પાછળથી મુસાફરોને શાંત પાડ્યા હતા. એરલાઇન્સ સ્ટાફે તાત્કાલિક ઘટનાની જાણ ગ્રાઉન્ડ સ્ટાફને કરી હતી. આ પછી, ફ્લાઇટનો ગેટ ખોલવામાં આવ્યો હતો. આ પછી, ઘણા પ્રયત્નો કર્યા પછી કબૂતરને ફ્લાઇટમાંથી બહાર કાઢવામાં આવ્યું હતુ. જો કે, આ સમગ્ર ઘટનાએ એરપોર્ટ અને એરલાઇન્સ એડમિનિસ્ટ્રેશનની જાળવણી સિસ્ટમનો પર્દાફાશ કર્યો હતો.