આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજી થોડાક સમયથી કોઇને કોઇ સમસ્યાઓને લઇ ચર્ચામાં આવતુ રહે છે. ગુજરાત સરકારના ટુરીઝમ વિભાગ દ્વારા યાત્રિકોની સુવિધા માટે 30 લાખના ખર્ચે નવિન શૌચાલય બનાવવામાં આવ્યુ હતુ. મંદીરની બેદરકારીના અભાવે છેલ્લા 2 વર્ષથી શૌચાલયને ખંભાતી તાળા લાગેલા હોવાથી યાત્રિકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.

તાજેતરમાં જ બેચરાજી ધારાસભ્યએ મંદીરના પ કરોડના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. ત્યારે બેચરાજી મંદીર ખાતે બે વર્ષ અગાઉ ગુજરાત ટુરીઝમ દ્વારા દર્શનાર્થે આવતા યાત્રિકોની સુવિધા માટે 30 લાખના ખર્ચે નવિન શૌચાલય બનાવી આપી મંદીરને સુપ્રત કર્યુ હતુ. પરંતુ મંદીરના વહીવટદારોની આળસ કે તેમની બેદરકારી જે ગણો તે પણ છેલ્લા ર વર્ષથી આ શૌચાલયને ખંભાતી તાળા જોવા મળી રહયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બેચરાજી મંદીરમાં વર્ષે-દહાડે લાખોની સંખ્યામાં ભકતો દર્શનાર્થે આવતા હોય છે. સુવિધા માટે બનાવાયેલ શૌચાલયને ખંભાતી તાળાં હોવાથી યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. દર્શનાર્થીઓના મતે સમગ્ર ઘટનામાં કલેકટર અંગત રસ લઇ આ શૌચાલય શરૂ કરાવે તો સમસ્યાનો અંત આવી શકે છે.

તંત્ર પાસે ઉદ્ધઘાટન કરવાનો સમય નથી: ધારાસભ્ય

બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા યાત્રિકોની સુવિધા માટે 30 લાખના ખર્ચે નવિન શૌચાલય બનાવવામાં આવ્યુ હતુ. પરંતુ તંત્રને શૌચાલયનું ઉદ્ધઘાટન કરવાનો સમય મળતો નથી. જોકે મંદીરની બેદરકારીના અભાવે છેલ્લા કેટલાક વર્ષથી શૌચાલય બંધ રહેતા યાત્રિકો સહિત સ્થાનિકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code