પોશીના તાલુકાની પ્રાથમિક શાળાના બાળકોને હોસ્ટેલ દ્વારા વાસી ખોરાક મળતા ઉલટીઓ થઈ ?

અટલ સમાચાર, હિંમતનગર સાબરકાંઠા જિલ્લાની પોશીના તાલુકાની પ્રાથમિક શાળાના 39 વિદ્યાર્થીઓને થયેલ ખોરાકી ઝેરની અસરમાં વાતાવરણ ગરમાયું છે. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે ખાનગી હોસ્ટેલ દ્વારા રાત્રે અને દિવસે એક જ ખોરાક આપવામાં આવ્યો હતો. આથી કુમળી વયના બાળકોને અવળી અસર થઈ હતી. એકસાથે 39 બાળકોને પોશીના રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવતાં દોડધામ મચી ગઇ હતી.
 
પોશીના તાલુકાની પ્રાથમિક શાળાના બાળકોને હોસ્ટેલ દ્વારા વાસી ખોરાક મળતા ઉલટીઓ થઈ ?

અટલ સમાચાર, હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાની પોશીના તાલુકાની પ્રાથમિક શાળાના 39 વિદ્યાર્થીઓને થયેલ ખોરાકી ઝેરની અસરમાં વાતાવરણ ગરમાયું છે. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે ખાનગી હોસ્ટેલ દ્વારા રાત્રે અને દિવસે એક જ ખોરાક આપવામાં આવ્યો હતો. આથી કુમળી વયના બાળકોને અવળી અસર થઈ હતી. એકસાથે 39 બાળકોને પોશીના રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવતાં દોડધામ મચી ગઇ હતી.

પોશીના તાલુકાની પિપળીયા પ્રાથમિક શાળાના 6થી13 વર્ષનાં બાળકો નજીકની ખાનગી હોસ્ટેલમાં રહે છે. અચાનક સોમવારે એકસાથે 39 બાળકોને ઉલટીઓ શરૂ થતાં શિક્ષકો હરકતમાં આવી ગયા હતા. શિક્ષકો કે નોંધ્યું કે શાળાનું મધ્યાહન ભોજન બાળકોએ લીધું નથી તો પછી બીમાર કેમ પડી ગયા ? આથી તુરંત હોસ્ટેલને પૂછપરછ કરી પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરાયો હતો. જેમાં હોસ્ટેલમાં રાત્રે અપાયેલ ખોરાકનો કેટલોક ભાગ દિવસે અપાયો હોઇ ફૂડ પોઈઝનિગ થયાનું માનવામાં આવી રહ્યું છે. જોકે 24 કલાકની અંતે સારવાર લીધેલ તમામ 39 બાળકો સુરક્ષિત હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

આરોગ્યતંત્ર હોસ્ટેલની મુલાકાતે

ખાનગી હોસ્ટેલના ખોરાકથી આડ અસર થઈ હોવાનું સામે આવતા સ્થાનિક આરોગ્યતંત્ર દ્વારા રૂબરૂ મુલાકાત લઈ વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.