આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારીઘારીયાલ ગામે પીઠાઇ માતાજીની તથા શંકર ભગવાનની અસીમ કૃપાથી ધર્મપ્રેમી ખારીઘારીયાલ ગ્રામજનોને ગણપતિજી તથા હનુમાન દાદાની પ્રેરણા થઈ હતી. જેથી ગામમાં બિરાજમાન પીઠાઇ માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગોઠવાયું હતું. ગત તા.૮ ફેબ્રુઆરીથી તા.૧૦ ફેબ્રુઆરી સુધી ગામમાં ડાયરા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

પિઠાઈ માતાજીનું ભવ્ય મંદિર સરેરાસ દોઢ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવ્યું છે. મહોત્સવ દરમિયાન યજ્ઞ યજમાન સાથે મંદિરના દાતાઓનું સન્માન, જળયાત્રા, શોભાયાત્રા તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સંતોનું સામૈયું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર, મહંત દલસુખરામ બાપુ, બળદેવગીરી બાપુ, દાસ બાપુ, સદૃગુરૂદેવ ૧૦૦૮ શક્તિપીઠાધીશ્વર તેમજ સંતો-મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના અગ્રણીઓ શૈલેશ પટેલ, નીતીન પટેલ, સરપંચ ઉદાજી ઠાકોર સહિત ગામના યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code