આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા 

પાટણ જીલ્લા પંચાયતમાં પ્રમુખ સહિતના સત્તાધિશો છેલ્લા ઘણા સમયથી લધુમતીમાં હોવાની ચિંતામાં હતા. જોકે સોમવારે મળેલી સામાન્ય સભામાં ભાજપ સહિતના સભ્યોએ આસાનીથી 3 કમિટીઓની રચના કરી લીધી છે. જેમાં શિક્ષણ સમિતિ ફરી એકવાર માંગણી મુજબ લવિંગજીને હવાલે કરવા તૈયારીઓ થઇ છે. ત્રણેય કમિટીઓની રચનામાં મતદાન થતાં ભાજપ તરફી 17 મત આવતા કોંગ્રેસી સભ્યોને નિષ્ફળતા મળી છે.

પાટણ જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં શિક્ષણ, મહિલા બાળવિકાસ અને સિંચાઇ-સહકાર સહિત ત્રણ કમિટીઓની રચના કરાઇ છે. આ સાથે સામાજીક ન્યાય, કારોબારી અને અપીલમાં કુલ 4 આગેવાનો નવા ઉમેરાયા છે. જેમાં સૌથી વધુ ચર્ચા શિક્ષણ સમિતિ અને તેના સભ્યો બાબતે થઇ રહી છે. અગાઉથી વિવાદાસ્પદ શિક્ષણ સમિતિ કબજે કરવા ભાજપી સહિતના સભ્યોને હવે કોઇ અડચણ રહી ન હોવાથી લવિંગજીની ઇચ્છા પુર્ણ થઇ શકે છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શિક્ષણ સમિતિમાં કુલ 9 સભ્યો વચ્ચે 7 ચુંટાયેલા પસંદ થયા છે. જેમાં આગામી દિવસોએ ચેરમેનની વરણી દરમ્યાન લવિંગજી ઠાકોર બાજી મારી જાય તેમ છે. રાધનપુર પંથકમાં અલ્પેશ પછી ભાજપ માટે ઠાકોર આગેવાન લવિંગજી હોઇ શિક્ષણ સમિતિ આપી ઇચ્છાશકિત સંતોષી શકાય તેમ છે. આથી પાટણ જીલ્લા શિક્ષણ સમિતિનો હવાલો લવિંગજીને આપવા રાજકીય તખ્તો તૈયાર થયો છે.

26 Sep 2020, 1:15 AM (GMT)

COVID-19 Global Stats

32,807,616 Total Cases
994,383 Death Cases
24,201,088 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code