આયોજન@પાટણ: સ્થાપના દિવસની ઉજવણીનો ધમધમાટ, 1274 વર્ષ થયા

અટલ સમાચાર, પાટણ પાટણ શહેરના 1274માં સ્થાપના દિવસની ઉજવણીને લઇ તૈયારીઓએ આખરીઓપ અપાઇ ચુક્યો છે. દરવર્ષે પાટણ પાલિકા અને રાજપૂત સમાજ ઉત્સાહપુર્વક સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવતીકાલની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં તમામ સમાજના લોકો જોડાશે. આ સાથે રાજપૂત સમાજની 150 દીકરીઓ દ્રારા તલવાર રાસ રજૂ કરવામાં આવનાર છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
આયોજન@પાટણ: સ્થાપના દિવસની ઉજવણીનો ધમધમાટ, 1274 વર્ષ થયા

અટલ સમાચાર, પાટણ

પાટણ શહેરના 1274માં સ્થાપના દિવસની ઉજવણીને લઇ તૈયારીઓએ આખરીઓપ અપાઇ ચુક્યો છે. દરવર્ષે પાટણ પાલિકા અને રાજપૂત સમાજ ઉત્સાહપુર્વક સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવતીકાલની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં તમામ સમાજના લોકો જોડાશે. આ સાથે રાજપૂત સમાજની 150 દીકરીઓ દ્રારા તલવાર રાસ રજૂ કરવામાં આવનાર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઐતિહાસિક નગરી પાટણને 1274 વર્ષ પુર્ણ થતાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પાટણ પાલિકા અને રાજપૂત સમાજ દ્રારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે. છેલ્લા 18 વર્ષથી અખિલ રાજપૂત યુવા સંઘ પાટણ જીલ્લા દ્રારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંવત 802માં રાજાવીર વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડ અને ચાંપાવાણિયાની મદદથી ઐતિહાસિક નગર પાટણની સ્થાપના કરી હતી. ત્યાર બાદ રાજ્યમાં ચાવડા, સોલંકી, વાઘેલા જેવા અનેક વીર રાજપૂતોએ આ પાવનભૂમિ પર રાજ કરી પાટણની ભૂમિને ઐતિહાસિક વીર ભુમિ બનાવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણમાં સ્થાપના દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. આ કાર્યક્રમમાં દરેક સમાજના લોકો અને પાટણ નગરપાલિકા સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં જોડાય છે. આ સાથે શહેરમાં ભવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રા નીકળે જે નિહાળવી પણ એક લ્હાવો છે. પાટણ નગરના સ્થાપના દિવસે દર વર્ષે રાજપૂત દીકરીઓ દ્રારા તલવાર રાસ રજૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ 150 રાજપૂત દીકરીઓ દ્રારા તલવાર રાસ રજૂ કરવામાં આવનાર છે.