અપૂરતા વરસાદ સામે રોપા બચાવવાના નાટકો! નિંદામણનો ખર્ચ ઉધારવામાં વન વિભાગને ઘી-કેળા !

અટલ સમાચાર, ગિરીશ જોષી ઉત્તર ગુજરાતમાં ચોમાસુ નિષ્ફળ જવાથી કૂમળી વયે અનેક રોપાનું કરુણ મોત થયું છે. આની સામે રોપાને બચાવવાના પ્રયાસોમાં નાટક થયાના સવાલો ઉભા થયા છે. વિડીંગ એટલે કે નિંદામણ કરવાના ખર્ચમાં ગોલમાલ થયાના સવાલો સાથે રેન્જ કચેરી અને જિલ્લા વન વિભાગ સમક્ષ બૂમરાળ આવી છે. બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ છતાં બે વખતના
 
અપૂરતા વરસાદ સામે રોપા બચાવવાના નાટકો! નિંદામણનો ખર્ચ ઉધારવામાં વન વિભાગને ઘી-કેળા !

અટલ સમાચાર, ગિરીશ જોષી

ઉત્તર ગુજરાતમાં ચોમાસુ નિષ્ફળ જવાથી કૂમળી વયે અનેક રોપાનું કરુણ મોત થયું છે. આની સામે રોપાને બચાવવાના પ્રયાસોમાં નાટક થયાના સવાલો ઉભા થયા છે. વિડીંગ એટલે કે નિંદામણ કરવાના ખર્ચમાં ગોલમાલ થયાના સવાલો સાથે રેન્જ કચેરી અને જિલ્લા વન વિભાગ સમક્ષ બૂમરાળ આવી છે. બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ છતાં બે વખતના વિડીંગમાં સરેરાશ કરોડોનો ખર્ચ થઈ ગયો છે.

ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં ચોમાસુ નિષ્ફળ ગયું હતું. જેમાં પાંચેય જિલ્લાની એકબીજા સાથે સરખામણી કરીએ તો મહેસાણાની સ્થિતિ થોડી સારી હતી જ્યારે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં નહિવત વરસાદ પડ્યો હતો. આ તરફ વનવિભાગે ચોમાસા દરમિયાન પાંચેય જિલ્લામાં સરેરાશ 75 લાખથી વધુ રોપાઓનું વાવેતર કર્યું હતું. આ દરમિયાન પ્રથમ વરસાદમાં નિંદામણ કરી રોપાની કાળજી લેવાઈ હતી. આ સાથે બીજી કે ત્રીજી વખત નિંદામણ કરવાની જરુરીયાતને ધ્યાને લીધા વિના અનેક રેન્જ કચેરીઓમાં તેનો ખર્ચ ઉધારી દેવામાં આવ્યો છે.

નિંદામણની જરુરીયાત સામે ખર્ચ ઉધારવામાં કરોડોની ગોલમાલ થયાની ફરિયાદ ઉઢી છે. બનાસકાંઠા જિલ્લામાં માત્ર નિંદામણનો ખર્ચ 1 કરોડથી વધુ થઈ ગયો છે. આ સાથે મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ રેન્જ મુજબ 1, 2 તેમજ 3 વખત વિડીંગ કરી કરોડોની રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.

નિંદામણનો ખર્ચ કેવી રીતે થાય છે…

વન વિભાગના નિયમો મુજબ પ્રથમ વખતના નિંદામણનો ખર્ચ પ્રતિ રોપામાં 1 ચોરસ વ્યાસ મુજબ રુપિયા 5 થી 6 કરવામાં આવે છે. જ્યારે બીજી વખતના વિડીંગનો ખર્ચ તેનાથી થોડો ઓછો કરવામાં આવે છે. જ્યારે ત્રીજી વખતમાં 2 થી 3 રુપિયાનો ખર્ચ થાય છે. જોકે, વરસાદની સ્થિતિ મુજબ નિંદામણનો ખર્ચ ઉધારવામાં આવે છે.

50 ટકા ખર્ચ નિષ્ફળ ગયો…

ઉ.ગુ.માં ચોમાસુ નિષ્ફળ જતા અનેક રોપાઓ સુકાઈ ગયા છે. આથી રેન્જ કચેરીઓનો રોપા ઉછેર અને નિંદામણ સહિતનો સરેરાશ 50 ટકા ખર્ચ નિષ્ફળ ગયો છે.

નિંદામણના ફોટાથી દૂધનું દૂધ, પાણીનું પાણી

રાજ્ય-કેન્દ્ર સરકાર દરેક યોજનાકીય કામોમાં ફોટોગ્રાફનો આગ્રહ રાખે છે. આથી જો ઉ.ગુ.ની તમામ રેન્જ કચેરીઓમાં થયેલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નિંદામણનો ફોટોગ્રાફ મેળવવામાં આવે તો સમગ્ર બાબત બહાર આવે તેમ છે. અરજદારોના મતે કૌંભાંડનો આંકડો કરોડોમાં જાય તેમ છે.