આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે યુ.જી.વી.સી.એલ. દ્વારા પાલનપુર ખાતે વિધુત દિવસની ઉજવણી કરાઇ

આગામી તા.૨૬ જાન્યુઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જીલ્લા,ના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે તા. ૭ થી ૨૬ જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત તા. ૧૦ જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડની પાલનપુર શહેર પેટા વિભાગીય કચેરી પાવર હાઉસ પાસે પાલનપુરના ફરીયાદ નિવારણ કેન્દ્ર ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી પરબત પટેલના હસ્તે નવિન વીજ બીલ કલેકશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.એ.શાહ, નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ઠાકોર, પૂર્વ મંત્રી કાંતિભાઇ કચોરીયા, યુ.જી.વી.સી.એલ.ના મુખ્ય ઇજનેર એન.સી.મકવાણા, જનરલ મેનેજર આર.બી.કોઠારી, અધિક મુખ્ય ઇજનેર ત્રિવેદી, અગ્રણીઓ લાલજીભાઇ પ્રજાપતિ, ગિરીશભાઇ જગાણીયા,મુન્નાભાઇ ગુપ્તાન, દોલતપુરી ગૌસ્વામી, સ્વામી રાજેન્દ્ર આનંદ,ભીખાભાઇ ભુટકા,ભગુભાઇ કુગશીયા, ભરતભાઇ પરમાર, રાજુભાઇ ડાભી, કુમુદબેન જોષી સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

01 Oct 2020, 5:06 AM (GMT)

COVID-19 Global Stats

34,323,308 Total Cases
1,021,163 Death Cases
25,539,355 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code