ડીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCBનો સપાટો : ૬ લાખનો દારૂ કબ્જે કર્યો

અટલ સમાચાર,કાંકરેજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી એલ.સી.બી પો.સ.ઇ. એન.એન.પરમાર, પ્રવિણસિંહ, મહેશભાઈ, ભરતભાઇ, મિલનદાસ તથા મહેશભાઈની ટીમે ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. આ દરમ્યાન પોલીસે જુના ડીસા રોડ પર શંકાના આધારે એક ટ્રેક્ટર પકડી તેમાં તપાસ કરતા ટ્રેક્ટર ચાલક રત્નારામ દેવાજી દેવાસી રહે.સેવાડા,જી.જાલોર તથા અન્ય ઇસમ પુનમસિંગ ફુલાજી જાદવ રહે. રાનેર, જી.બનાસકાંઠાની કડક પુછપરછ
 
ડીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCBનો સપાટો : ૬ લાખનો દારૂ  કબ્જે કર્યો

અટલ સમાચાર,કાંકરેજ

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી એલ.સી.બી પો.સ.ઇ. એન.એન.પરમાર, પ્રવિણસિંહ, મહેશભાઈ, ભરતભાઇ, મિલનદાસ તથા મહેશભાઈની ટીમે ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. આ દરમ્યાન પોલીસે જુના ડીસા રોડ પર શંકાના આધારે એક ટ્રેક્ટર પકડી તેમાં તપાસ કરતા ટ્રેક્ટર ચાલક રત્નારામ દેવાજી દેવાસી રહે.સેવાડા,જી.જાલોર તથા અન્ય ઇસમ પુનમસિંગ ફુલાજી જાદવ રહે. રાનેર, જી.બનાસકાંઠાની કડક પુછપરછ કરતા તેઓ દારૂને હેરાફેરી કરતા હોવાનું કબુલ્યું હતુ. આ સાથે પોલીસે ટ્રેક્ટર તપાસતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયર કુલ બોટલ નંગ-6000 કી.રૂ 6,00,000/- તથા ટ્રેક્ટર તથા ટ્રોલી કી.રૂ.6,50,000/- તથા મોબાઈલ નંગ-2 કી. રૂ.1000/- એમ મળી કુલ મુદ્દામાલ કી.રૂ.12,51,000/-મળી આવેલ હોઈ તેની વિરુદ્ધ ડીસા રૂરલ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

ડીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCBનો સપાટો : ૬ લાખનો દારૂ  કબ્જે કર્યો