આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહેર નજીકના ગામે મકાનની જર્જરીત દિવાલ ધરાશાયી થતા કામ કરતાં ૪ મજૂર દટાઇ ગયા હતા. આ પછી ભાગદોડ મચી જતાં નજીકના લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. જેમાં ત્રણ મજુરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતુ જયારે ગંભીર એક વ્યકિતને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. કાટમાળ નીચે દટાયેલા ત્રણ મૃતકોને ભારે જહેમતને અંતે બહાર લવાયા હતા.

પાલનપુર તાલુકાના સાસમ ગામમાં બુધવારે બપોર દરમ્યાન એક જુનું મકાન ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે મકાનની દિવાલનો કાટમાળ અચાનક ધરાશાયી થયો હતો. જયાં કામ કરી રહેલા ૪ મજૂર દિવાલના કાટમાળ નીચે આવી જતાં ભાગદોડ મચી ગઇ હતી. દિવાલ નીચે મજુરો દટાઇ ગયા હોવાની વાત ઘડીવારમાં ગામમાં ફેલાઇ ગઇ હતી. આથી, અફરાતફરીના માહોલ વચ્ચે ગામલોકોએ દટાયેલા મજુરોને બહાર કાઢવા તજવીજ હાથ ધરી હતી. જેમાં ત્રણ મજૂરે ઘટના સ્થળે જ દમ છોડી દીધો હતો. જ્યારે એક મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા રાહતબચાવટીમ સ્થળ પરપહોંચી ગઈ હતી. ઘટનાને પગલે પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતકોને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code