આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચુંટણીના પરિણામ બાદ બદલાઇ રહેલ રાજકીય વાતાવરણમાં યોગગુરૂ બાબા રામદેવે કહ્યું કે, દેશની રાજનીતિક પરિસ્થિતી ખુબ જ મુશકેલ છે. અહીં  કહેવામાં ન આવી શકાય કે આગામી વડાપ્રધાન કોણ હશે. તમિલનાડુના મદુરૈમાં મીડિયાને સંબોધિત કરતા રામદેવે કહ્યું કે, રાજનીતિક પરિસ્થિતી ખુબ જ મુશ્કેલ છે. અમે કહી શકીએ નહી કે આગામી વડાપ્રધાન કોણ હશે. હું રાજનીતિ પર ધ્યાન કેન્દ્વીત નથી કરી રહ્યો, ન તો હું કોઇનું સમર્થન કરુ છું અને ન તો કોઇ પણ વ્યક્તિનો વિરોધ કરી રહ્યો છું.

યોગગુરૂ બાબા રામદેવે કહ્યું કે, અમારુ લક્ષ્ય સાંપ્રદાયિક અથવા હિંદુ ભારત બનાવવાનું નથી, અમે ભારત અને વિશ્વને આધ્યાત્મિક બનાવવા માંગીએ છીએ. રામદેવે નિવેદનમાં હાલના રાજનીતિક સ્થિતીને જોડીને દેખાઇ રહ્યું છે, જેમાં વિપક્ષી દળ કોંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં હિંદી પટ્ટીના રાજ્ય  મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મત આપતા સત્તામાં પરત આવ્યા છે.

યોગગુરૂ બાબા રામદેવ રાજનીતિક, આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર પોતાનું સ્પષ્ટ મંતવ્ય મુકવામાટે જાણીતા છે. થોડા મહિનાઓ પહેલા તેમણે દેશની અર્થવ્યવસ્થા અંગે ટીપ્પણી કરતા કહ્યું હતું કે,રૂપિયા જ નહી પરંતુ દેશની શાખ પણ નીચે પડી રહી છે.

26 Oct 2020, 6:03 AM (GMT)

COVID-19 Global Stats

43,580,020 Total Cases
1,162,086 Death Cases
32,049,820 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code