આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

છેલ્લા કેટલાક સમયથી રેશનીંગ સંચાલકો કમિશન વધારવા સહિતની પડતર માંગણીઓને લઈ રજૂઆત કરી રહ્યા છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચે માંગણીઓની ફાઈલ ચાલી રહી છે. જોકે નિર્ણયમાં વિલંબ થતાં રેશનિંગ સંચાલકો લાલઘૂમ બન્યા છે. આથી સંગઠનનાં પ્રમુખ પ્રહલાદ મોદી આગામી 21મીએ ગાંધીનગર ગજવવાની તૈયારી કરી રહ્યા છે.

રેશનીંગ સંચાલકો લઘુતમ વેતન કરી આપવા, અનાજની ઘટનો પ્રશ્ન દૂર કરવા, એસીબીની રેેડનો પ્રશ્ન દૂર કરવા અને તોલાટનો પગાર યોગ્ય કરવા મથી રહ્યા છે. આ તરફ રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા મચક આપવામાં આવી નથી. પડતર માંગણીઓને આખરી મંજૂરી અપાવવા ગત બે દિવસ કામ બંધ રખાયું હતું. રાજ્યના રેશનીંગ સંચાલકોએ લોકસભા ચૂંટણીની તક પારખી આગામી દિવસોએ તબક્કાવાર કાર્યક્રમ આપવા તૈયારી કરી છે.

રાજ્ય સંગઠનના પ્રમુખ અને વડાપ્રધાન મોદીના સગાભાઇ પ્રહલાદ મોદીના વડપણ હેઠળ આગામી 21મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં ધરણાનું આયોજન થઈ રહ્યું છે. પ્રહલાદ મોદી સાથે તમામ સંચાલકો જોડાય તે માટે તૈયારીઓ કરી કોઈપણ સંજોગોમાં પડતર પ્રશ્નો ઉકેલવા મથામણ થઈ રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સંચાલકોની લડતમાં ફરી એકવાર વડાપ્રધાનના ભાઈની આગેવાની જોતાં રૂપાણી સરકાર પણ કોઈ રસ્તો શોધવા મજબૂર બની છે. જોકે અગાઉની જેમ વાર્તાલાપનો અંત વધુ ઉગ્ર બને તેવા એંધાણ નહિવત છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code