આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

પીએમ મોદીએ અમદાવાદની અત્યાધુનિક SVP હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ. પીએમ મોદીને લઇને હોસ્પિટલ ખાતે ચુસ્ત લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ લોકાર્પણમાં CM રૂપાણી, અમદાવાદનાં મેયર સહિતનાં તમામ આગેવાનો હાજર રહ્યાં હતાં. પીએમ મોદીએ આ હોસ્પિટલનું વિશેષ નિરીક્ષણ પણ કર્યુ. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલ એર એમ્બયુલન્સ ધરાવતી હોસ્પિટલ છે. એર એમ્બ્યુલન્સ માટે હેલિપેડની સુવિધા પણ આપવામાં આવી છે. પ્રથમ હેલિપેડ ધરાવતી પબ્લિક હોસ્પિટલ છે. 16 માળની 78 મીટરની ઉંચાઇ ધરાવતી આ હોસ્પિટલ છે.

SVP એ પ્રથમ પેપરલેસ હોસ્પિટલ ધરાવનાર હોસ્પિટલ છે. 1.49 લાખ ચો.મી. ક્ષેત્રફળમાં હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 20 હાઇસ્પીડ પેશન્ટ લીફ્ટની સુવિધા પણ છે. ફાયર ઇવેક્યુએશન માટે કુલ 8 સીડી આપવામાં આવેલ છે.0
32 ઓપરેશન થિયેટરની ઉત્તમ સુવિધા આપવામાં આવી છે તેમજ 300 બેઠકવાળું હાઇટેક ઓડિટોરિયમ પણ છે. આ ઉપરાંત 600 CCTV કેમેરા, 1300 જનરલ બેડ, 139 ICU બેડ, 1400 કિ.મીનું વાયરીંગ, 6000 નેટવર્ક પોઇન્ટ, 750 કરોડનો ખર્ચ, 2000 ટન ક્ષમતાનો AC પ્લાન્ટ, 1500 બેડ ધરાવનાર હોસ્પિટલ છે તેમજ કેસ કઢાવવાથી લઇને રજા મળે ત્યાં સુધીનાં તમામ કામ કોમ્પ્યુટરમાં જ થશે. દર્દીઓનાં 1 હજારથી વધુ સગાઓ બેસી શકે તેવો હોલ પણ આપવામાં આવેલ છે.

24 Oct 2020, 6:49 AM (GMT)

COVID-19 Global Stats

42,497,462 Total Cases
1,149,371 Death Cases
31,429,851 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code