આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, અંજાર

રતનાલ સંત વલ્લભદાસજી સ્ટેડીયમ રતનાલ મધ્યે ડી.જી.પી કપ ટુર્નામેન્ટ 2018-2019 લીગ મેચ રાજકોટ રેન્જ પોલીસ અને એસ.આર.પી ટીમ વચ્ચે રમાઈ હતી. ગત તા. 06/02/2019ના રોજ રતનાલના ગામના પૂર્વ સરપંચ તથા આહીર સમાજનાં અગ્રણી રણછોડભાઈ વાસણભાઈ આહીરના હસ્તે ટોસ ઉછાળી મેચનું પ્રારંભ કરી મેચ ચાલુ કરવામાં આવી હતી. રાજકોટ રેન્જ પોલીસે ટોસ જીત્યો હતો. સૌ પ્રથમ રાજકોટ રેન્જ પોલીસે બેટીંગ કરતા 15.4 ઓવરમાં 93 રન બનાવી ઓલ આઉટ થયેલ. સૌથી વધારે રન અભિષેકે 25 રન બનાવ્યા હતા. એસ.આર.પી. ટીમ તરફથી વૈભવ બાંભણીયાઓ ત્રણ વિકેટ ઝડપી હતી.

ત્યારબાદ એસ.આર.પી ટીમ 15.4 ઓવરમાં 99 રન બનાવી વિજેતા બની હતી. સૌથી વધારે રન વૈભવ બાંભણીયાએ 29 બનાવ્યા હતા. રાજકોટ તરફથી યશપાલસિંહે બે વિકેટ લીધી હતી. એસ.આર.પી એ ચાર વિકેટ ગુમાવી 6 વિકેટે શાનદાર વિજય મેળવ્યો મેન ઓફ ધી મેચ એસ.આર.પી ટીમનાં વૈભવ બાંભણીયાને અંન્તર પોલીસ સ્ટેશનના ટ્રાફીક એ.એસ.આઈ કિશોરસિંહ ઝાલા એ ટ્રોફી અનાયત કરી હતી.

આ મેચનું સંપુર્ણ આયોજન પૂર્વ કચ્છના એસ.પી.પરીક્ષીતા રાઠોડના નેજા હેઠળ અંજાર પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એચ.આર.રાઠોડ ટ્રાફિક પોલીસનાં એ.એસ.આઈ કિશોરસિંહ ઝાલા તેમજ સમગ્ર અંજાર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ ખેલાડીઓ તથા પ્રેશકગણને ચા-પાણી, જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંજાર ટ્રાફિક પોલીસના એ.એસ.આઈ કિશોરસિંહ ઝાલાએ રતનાલના પૂૂર્વ સરપંચ રણછોડભાઈ વાસણભાઈ આહિરનો ખૂબ જ સારો સાથ સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code