પોલીસ@હિંમતનગર: જુગાર રમતાં આઠ શકુનિ ઝબ્બે, 10 હજારનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) શ્રાવણ મહિનો હજુ આવ્યો નથી અને જુગારીયાઓ દ્વારા જમાવટ શરૂ કરી દેવામાં આવી છે. હિંમતનગર પોલીસને બાતમી મળતા કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યુ છે. શહેરમાં મોડી રાત્રે હિંમતનગર બી ડિવિઝન પોલીસે આઠ જુગારીયાઓ ઝડપી લીધા હતા. હિંમતનગર બી ડીવીઝન પીએસઆઇ પી.વી.ગોહિલ અને ડી સ્ટાફ પ્રેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન બાતમી મળી હતી
 
પોલીસ@હિંમતનગર: જુગાર રમતાં આઠ શકુનિ ઝબ્બે, 10 હજારનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

શ્રાવણ મહિનો હજુ આવ્યો નથી અને જુગારીયાઓ દ્વારા જમાવટ શરૂ કરી દેવામાં આવી છે. હિંમતનગર પોલીસને બાતમી મળતા કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યુ છે. શહેરમાં મોડી રાત્રે હિંમતનગર બી ડિવિઝન પોલીસે આઠ જુગારીયાઓ ઝડપી લીધા હતા.

હિંમતનગર બી ડીવીઝન પીએસઆઇ પી.વી.ગોહિલ અને ડી સ્ટાફ પ્રેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન બાતમી મળી હતી કે, માળીના છાપરીયા ઇમામવાડા પાસે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાંક ઇસમો જુગાર રમે છે. બાતમી આધારે રેઇડ કરતાં

1, ઇકબાલભાઇ બાબુભાઇ શેખ

2, મોહમદફારૂક બાબુભાઇ શેખ

3, હારૂન બાબુભાઇ શેખ

4, નારણભાઇ ભુરાજી સોનગરા

5 ,વનરાજભાઇ જયંતીભાઇ  વણજારા

6, મનોજભાઇ રમણભાઇ રાઠોડ

7 ,જગદીશભાઇ મોહનજી વણઝારા

8, ગોવિંદભાઇ લક્ષ્મણભાઇ ભીલ 

(તમામ રહે.માળીના છાપરીયા, હિંમતનગર)

જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રમાડતાં ઝડપાઇ ગયા હતા. પોલીસે રોકડ રૂપિયા 10750ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ આરોપી વિરૂધ્ધ જુગાધારાની કલમ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.