આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જિલ્લામાં હનીટ્રેપ કરી તોડ કરતી ટોળકીથી લોકો છેતરાયા હોવાના કિસ્સા વધી રહ્યા છે. આથી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડવા હનીટ્રેપ લગતની ટ્રેપ ગોઠવી હતી. જેમાં પાંચ ઈસમો ઝબ્બે થયા છે.

પાલનપુર તાલુકા પોલીસે આરોપી રોશનીબેન નાનજીભાઈ રહે. જગાણા, કલ્પેશ નાનજીભાઈ રહે. જગાણા, દિનેશ નાનજીભાઈ રહે. જગાણા , નરેશ પરથીભાઇ રહે. અકેષણ, સુરેશજી ઇશ્વરજી રહે. ગઢ સહિતનાને પકડી કડક પૂછપરછ કરી હતી. જેમાં તમામ આરોપીઓ હનીટ્રેપ ગોઠવવાના માસ્ટર માઇન્ડ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આરોપી પુરૂષો કોઈ વ્યક્તિનો મોબાઈલ નંબર મેળવી રોશની સાથે વાતો કરાવતા હતા. આ પછી મળવા બોલાવતી બીજા આરોપીઓ જે તે જગ્યાએ પહોંચી બંનેના ફોટો અને વીડિયો બનાવી દેતા હતા. વિડીયો અને ફોટા વાયરલ કરી ખોટી ફરિયાદ કરી બદનામ કરવાની ધમકીઓ આપતા હતા. જેથી સામેના વ્યક્તિઓ આબરૂની બીકે માંગણી મુજબના રૂપિયા આપતા હતા.

કોને કોને છેતર્યા ??

(૧) શામળભાઇ વિરજીભાઈ કેદલિયા રહે ભાગળ. તેમની સાથે લગ્ન કરવાના 8 લાખ લીધા હતા.
(૨)લાલજીભાઈ કથરોતિયા. રહે. ખેરાલુ. તેમની પાસે પણ લગ્ન કરવાના 7 લાખ લીધા હતા.
(૩) મફતલાલ દેસાઈ રહે. બામોસણા. તેમની પાસે માત્ર સગપણ કરવાના 4 લાખ લીધા હતા.
(૪) ગઢના યુવાન સાથે હનીટ્રેપ કરી 1 લાખ પડાવ્યા હતા.
(૫) નાવિસનાના યુવાન સાથે પણ હનીટ્રેપ કરી 50 હજાર પડાવી લીધા હતા.
(૬) આકેસણ ના ૩ યુવાનો સાથે અલગ અલગ સમયે હનીટ્રેપ કરી રૂપિયા લીધા હોવાનો ખુલાસો
(૭) પાટણના યુવાન સાથે હનીટ્રેપ કરી 25 હજારનો તોડ કર્યો હતો.
(૮) વેડાંચાના યુવાન સાથે પણ હનીટ્રેપ કરી રૂપિયા લીધા હતા.
(૯) માલોસના ના યુવાન પસાથે હનીટ્રેપ કરી રૂપિયા લેવામાં આવ્યા હતા.
(૧૦) છાપીના યુવાન સાથે હનીટ્રેપ કરી તોડ ઉપર આવી રૂપિયા લીધા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code