આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

પાટણ જીલ્લા પોલીસવડાએ અલગ-અલગ ટીમો બનાવી દારૂની હેરાફેરી રોકવા સુચના આપી હતી. જે આધારે પાટણ પોલીસના કર્મચારીઓ એલસીબીની ટીમ સાથે સિધ્ધપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન બાતમીને આધારે સિધ્ધપુર હાઇવે રોડ પરના ઢાબા પાસે વિદેશી દારૂ ભરેલુ આખુ આઇશર ઝડપી પાડ્યુ છે. પોલીસે થર્ટી ફસ્ટે અધધધ… 23.58 લાખનો વિદેશી દારૂ ઝડપી લેતા જીલ્લા સુરક્ષા આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પાટણ જીલ્લાના સિધ્ધપુર હાઇવે પર વિદેશી દારૂનું તોતિંગ આઇશર મોટાપ્રમાણમાં દારૂ ભરીને જતુ હોવાની બાતમી મળી હતી. જેથી પાટણ પોલીસની ટીમે હાઇવે પરના લખેદા ઢાબા પાસેથી 23.58 લાખના વિદેશી દારૂ ભરેલુ આઇશર ઝડપી પાડ્યુ હતુ. જેમાં તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ નંગ 594, બોટલ નંગ 7,128, જેની કિંમત 23,58,900 હોવાનું સામે આવ્યુ હતુ. આ સાથે પોલીસે એક મોબાઇલ તથા ટ્રકની કિંમત 8,00,000 સહિત કુલ 31,63,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે જાટ(ચૌધરી) કેહરારામ હરખારામ જીયારામ રહે.લુનાડા, જી.બાડમેર, રાજસ્થાનવાળાની અટકાયત કરી હતી. આ સાથે વિદેશી દારૂ ભરાવનાર પ્રકાશ બિશ્નોઇ સામે પણ પોલીસ ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, 2019ની અંતિમ મધરાત્રિએ બુટલેગરના ઓર્ડર મુજબ દારૂ ઠાલવે તે પહેલા જ પાટણ પોલીસે કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code