મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત અપાઈ

અટલ સમાચાર, મહેસાણા કોંગ્રેસ શાસિત મહેસાણા તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી રાજકીય ગતિવિધિની અસર સામે આવી છે. અઢી વર્ષની ટર્મ માટે નિયુક્ત પ્રમુખ વિરુદ્ધ કોંગ્રેસના સભ્યોએ ભાજપનો સાથ લઇ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતાં હડકંપ મચી ગયો છે. તાલુકા પંચાયતના 32 માંથી 22 સભ્યોએ વિરોધ કર્યો છે. મહેસાણા જિલ્લા પંચાયતની મહેસાણા તાલુકા પંચાયતમાં કારોબારી કમિટી
 
મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત અપાઈ

અટલ સમાચાર, મહેસાણા

કોંગ્રેસ શાસિત મહેસાણા તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી રાજકીય ગતિવિધિની અસર સામે આવી છે. અઢી વર્ષની ટર્મ માટે નિયુક્ત પ્રમુખ વિરુદ્ધ કોંગ્રેસના સભ્યોએ ભાજપનો સાથ લઇ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતાં હડકંપ મચી ગયો છે. તાલુકા પંચાયતના 32 માંથી 22 સભ્યોએ વિરોધ કર્યો છે.

મહેસાણા જિલ્લા પંચાયતની મહેસાણા તાલુકા પંચાયતમાં કારોબારી કમિટી દરમિયાનનો બળવો ફરી એકવાર ઉભો થયો છે. કોંગ્રેસની બહુમતી છતાં તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભા ઝાલા સામે અવિશ્વાસની દરખાસ્ત આવી છે. કુલ 32 સદસ્યોમાં 15 કોંગ્રેસ, 6 ભાજપ અને 1 અપક્ષ તરીકે ચૂંટાયેલા છે. જેમાંથી કુલ 22 સભ્યો વાંધો લીધો છે.મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત અપાઈ

તાલુકા પંચાયતમાં સત્તાપલટો કરવા છેલ્લા એક મહિનાથી રાજકીય મહેનત ચાલતી હતી. તાલુકા પ્રમુખને જરા સરખી ખબર ન પડે તે રીતે કોંગ્રેસના 16 અને ભાજપના 6 સદસ્યોએ ભેગા મળી દરખાસ્ત તૈયાર કરી છે. આથી આગામી એકાદ અઠવાડિયામાં બેઠકનો એજન્ડા આવ્યા બાદ સત્તાપલટો થવાની પ્રબળ સંભાવના છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીની અસર હોવા સાથે કોંગ્રેસની આંતરિક નારાજગી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પંચાયત પાલિકાના સત્તાધીશો અને સંગઠનના આગેવાનો વચ્ચેના સંબંધોમાં અન્ય સભ્યો દરકિનાર થતાં હોવાના મુદ્દે રાજકીય વિસ્ફોટ થયો છે.