આશાબેનની અસર: ઉંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સામે કોંગ્રેસનો બળવો

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતની પંચાયત-પાલિકાઓમાં રાજકીય ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. મહેસાણા બાદ ઉંઝા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનો બળવો સામે આવ્યો છે. આશાબેને ભાજપમાં પ્રવેશ કર્યા બાદ ઉંઝા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી છે. કોંગ્રેસ શાસીત ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને દૂર કરવા દરખાસ્ત આવી છે. કુલ 18 સભ્યો
 
આશાબેનની અસર: ઉંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સામે કોંગ્રેસનો બળવો

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતની પંચાયત-પાલિકાઓમાં રાજકીય ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. મહેસાણા બાદ ઉંઝા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનો બળવો સામે આવ્યો છે. આશાબેને ભાજપમાં પ્રવેશ કર્યા બાદ ઉંઝા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી છે.

કોંગ્રેસ શાસીત ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને દૂર કરવા દરખાસ્ત આવી છે. કુલ 18 સભ્યો પૈકી 12 કોંગ્રેસના છે. જેમાંથી 7 કોંગ્રેસના સભ્યોએ 4 અપક્ષ અને 1 ભાજપના ટેકાથી અવિશ્વાસની દરખાસ્ત આપી છે.

આશાબેનની અસર: ઉંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સામે કોંગ્રેસનો બળવો

કોંગ્રેસ શાસિત પંચાયત અને પાલિકામાં કોંગ્રેસના જ સભ્યો બળવો કરી સત્તાપલટો કરવા આગળ આવી રહ્યા છે. લોકસભા ચુંટણી નજીક આવતી હોવાથી સભ્યોની મહેચ્છા સહિતના કારણોસર રાજકીય ખેલ શરૂ થયા છે. ઉત્તર ગુજરાતની મોટાભાગની પંચાયતમાં કોંગ્રેસને સત્તા જાળવી રાખવી લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલે ભાજપમાં પ્રવેશ કરતાં તેની અસર તાલુકા પંચાયતમાં પણ થઈ રહી છે. કોંગ્રેસની સત્તા છતાં પાર્ટીના જ સભ્યો બળવો કરતાં ભાજપ પણ ગેલમાં આવી ગયું છે.