રાજકીય@ગાંધીનગર: ધવલ અને અલ્પેશ ઠાકોરે આખરે કેસરિયા કરી લીધા

અટલ સમાચાર,ગાંધીનગર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ જ્યારથી કોંગ્રેસના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું છે ત્યારથી જ વાતો થવા લાગી હતી કે, તેઓ ભાજપમાં ક્યારે જોડાશે ? જોકે ગુરૂવારે અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારાણ કર્યો છે. ક્ષત્રિય સમાજની બેઠક બાદ લેવાયેલા નિર્ણય પછી અલ્પેશ ઠાકોર અને
 
રાજકીય@ગાંધીનગર: ધવલ અને અલ્પેશ ઠાકોરે આખરે કેસરિયા કરી લીધા

અટલ સમાચાર,ગાંધીનગર

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ જ્યારથી કોંગ્રેસના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું છે ત્યારથી જ વાતો થવા લાગી હતી કે, તેઓ ભાજપમાં ક્યારે જોડાશે ? જોકે ગુરૂવારે અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારાણ કર્યો છે. ક્ષત્રિય સમાજની બેઠક બાદ લેવાયેલા નિર્ણય પછી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.

ગુરુવારે ભાજપમાં જોડાવવા માટે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને બાડયના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગાંધીનગર ખાતે આવેલા ભાજપ ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમમાં પહોંચ્યા હતા. બંને નેતાઓના સમર્થકો પણ મોટી સંખ્યામાં તેમની સાથે કમલમ પહોંચ્યા હતા. કમલમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ટોચના નેતાઓએ બંને નેતાઓને આવકાર્યા હતા. જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને ગળે લાગીને આવકાર્યા હતા. ત્યારબાદ વિધિવત રીતે જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની બંધ બારણે બેઠક પૂર્ણ થયા બાદ કાર્યક્રમ સ્થળ પર ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા બંને નેતાઓને કેસરિયો ખેસ પહેરાવવામાં આવ્યો અને બંને નેતાઓનું ભાજપમાં વિધિવત સ્વાગત કરવામાં આવ્યું છે.