આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ અને કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ તરફ આજે કોંગ્રેસ દ્રારા હેલો અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં એક મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ફોન કરી જનતા મંતવ્ય આપી શકશે. જે બાદમાં કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે લોકોના મંતવ્યના આધારે મેનિફેસ્ટો બનાવશે તેવી વિગતો સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોંગ્રેસ દ્વારા રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં પક્ષ દ્વારા હેલો અભિયાન શરુ કરવા અંગેની જાહેરાત કરી. અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસ રાજ્યની મહાપાલિકાઓમાં પ્રજા સાથે સીધો સંપર્ક કરશે. જેના માટે 9099902255 નંબર પર કોલ કરીને જનતા મંતવ્ય આપી શકશે. ત્યારબાદ કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે લોકોના મંતવ્યના આધારે મેનિફેસ્ટો બનાવશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ માટે ગુજરાત આવ્યાં છે, ત્યારે વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ યોજશે. આ સાથે રાજીવ સાતવ નવ રચિત સમિતિઓ અને અગ્રણીઓ સાથે બેઠક કરશે. જોકે બીજી તરફ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. વિધાનસભાના કોંગ્રેસ પક્ષના બેઠક રૂમમાં બેઠક મળશે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આગામી સપ્તાહમાં ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code