રાજકીય: રેશ્મા પટેલ NCPમાંથી માણાવદર વિધાનસભા પેટા-ચુંટણી લડશે
અટલ સમાચાર,ડેસ્ક લોકસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહયા છે. ત્યારે મંગળવારે રેશ્મા પટેલે એનસીપીનો ખેસ ધારણ કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. રેશ્મા પટેલે તાજતેરમાં જ ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. અને ત્યારબાદ NCPના અગ્રણી નેતાઓની હાજરીમાં રેશ્મા પટેલે NCPનો ખેસ વિધિવત રીતે ધારણ કર્યો છે. ત્યારબાદ રેશ્મા પટેલે મીડિયા સાથે વાત કરી હતી. રેશ્મા
Apr 2, 2019, 15:20 IST

અટલ સમાચાર,ડેસ્ક
લોકસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહયા છે. ત્યારે મંગળવારે રેશ્મા પટેલે એનસીપીનો ખેસ ધારણ કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. રેશ્મા પટેલે તાજતેરમાં જ ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. અને ત્યારબાદ NCPના અગ્રણી નેતાઓની હાજરીમાં રેશ્મા પટેલે NCPનો ખેસ વિધિવત રીતે ધારણ કર્યો છે. ત્યારબાદ રેશ્મા પટેલે મીડિયા સાથે વાત કરી હતી.
રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, હું NCPના તમામ અગ્રણીઓને વિશ્વાસ અપાવવા માંગું છું કે, NCPની મજબૂતાઇથી આગળ વધારવાનો આપણો સંકલ્પ છે. જેમાં મારો પણ સિંહફાળો રહેશે. માણાવદર બેઠક માટે NCPના ઉમેદવાર તરીકે વિધાનસભાની પેટા ચૂંટણી લડવી મારા માટે આનંદની વાત છે. અને આ બેઠક ઉપર જનતા જનાર્દનનો વિજય થશે. NCPએ મારા ઉપર જે જવાબદારી આપી છે તેને હું દિલ, શક્તિથી અને પ્રામાણિકતાથી નીભાવીશ.