રાજકારણ@બનાસકાંઠા: આ APMCની ચૂંટણીમાં ભાજપના 3 જૂથ સામસામે, 10 તારીખે પરિણામ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોના કહેર વચ્ચે પાંથાવાડા APMCની ચૂંટણીને લઇ જીલ્લામાં સહકારી રાજકારણ ગરમાયુ છે. જોકે વર્તમાન ચૂંટણીમાં ભાજપના જ ત્રણ જૂથ સક્રિય થયા હોવાની ચર્ચાઓ વચ્ચે ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમાં એપીએમસીના હાલના ચેરમેને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ તરફ ભાજપના એક મંત્રીએ પણ આખી પેનલ ચૂંટણીમાં ઉતારી હોઇ રાજકારણ ગરમાયુ
 
રાજકારણ@બનાસકાંઠા: આ APMCની ચૂંટણીમાં ભાજપના 3 જૂથ સામસામે, 10 તારીખે પરિણામ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોના કહેર વચ્ચે પાંથાવાડા APMCની ચૂંટણીને લઇ જીલ્લામાં સહકારી રાજકારણ ગરમાયુ છે. જોકે વર્તમાન ચૂંટણીમાં ભાજપના જ ત્રણ જૂથ સક્રિય થયા હોવાની ચર્ચાઓ વચ્ચે ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમાં એપીએમસીના હાલના ચેરમેને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ તરફ ભાજપના એક મંત્રીએ પણ આખી પેનલ ચૂંટણીમાં ઉતારી હોઇ રાજકારણ ગરમાયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં સહકારી ચૂંટણીને લઇ રાજકારણ ચરમસીમાએ પહોંચ્યુ છે. સરહદી વિસ્તારમાં આવેલી પાંથાવાડા એપીએમસીની ચૂંટણી ભાજપના જ ત્રણ જૂથો સામસામે આવી જતાં સહકારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ખેડૂતો અને વેપારીઓના સહકારથી ચાલતી એપીએમસી પર સત્તા હાંસલ કરવા રાજકીય આગેવાનો છેલ્લી ઘડીને મહેનતમાં લાગ્યા છે.

રાજકારણ@બનાસકાંઠા: આ APMCની ચૂંટણીમાં ભાજપના 3 જૂથ સામસામે, 10 તારીખે પરિણામ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાંથાવાડા એપીએમસીના હાલના ચેરમેન સવસી ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાંથાવાડા એપીએમસીની ચૂંટણીમાં કુલ 89 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જે પૈકી ખેડૂત વિભાગમાં 66 ફોર્મ, વેપારી વિભાગમાં 18 ફોર્મ, ખરીદ વેચાણ સંઘમાં 5 ફોર્મ ભરાયા છે. આ સાથે જિલ્લા ભાજપના મંત્રી ફાલ્ગુની ત્રિવેદી દ્વારા પોતાની પેનલ ઉતરાઇ હોવાની વિગતો મળી રહી છે. જોકે હવે આગામી 10 તારીખે ચૂંટણીનું પરિણામ આવતાં જ ચિત્ર સ્પષ્ટ થઇ શકે છે.