રાજકારણ: લોકસભા ચૂંટણી પહેલા રેશ્મા પટેલે ભાજપને આવજો કહી કીધુ

અટલ સમાચાર,અમદાવાદ લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રોજ નવા સમીકરણો સર્જાઇ રહયા છે. તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ પાસના પુર્વ કન્વિનર રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. પાટીદાર અનામત આંદોલન સિમિતના પૂર્વ કન્વિનર અને ત્યારબાદ ભાજપમાં જોડાનારા રેશ્મા પટેલે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. પત્રકારોને સંબોધતી વખતે રેશ્માએ જણાવ્યું હતું
 
રાજકારણ: લોકસભા ચૂંટણી પહેલા રેશ્મા પટેલે ભાજપને આવજો કહી કીધુ

અટલ સમાચાર,અમદાવાદ

લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રોજ નવા સમીકરણો સર્જાઇ રહયા છે. તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ પાસના પુર્વ કન્વિનર રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે.

રાજકારણ: લોકસભા ચૂંટણી પહેલા રેશ્મા પટેલે ભાજપને આવજો કહી કીધુ

પાટીદાર અનામત આંદોલન સિમિતના પૂર્વ કન્વિનર અને ત્યારબાદ ભાજપમાં જોડાનારા રેશ્મા પટેલે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. પત્રકારોને સંબોધતી વખતે રેશ્માએ જણાવ્યું હતું કે, ઉપલેટાને મેં મારું નિવાસ સ્થાન બનાવ્યું છે. મેં પોરબંદર લોકસભામાં આવતા તમામ સરપંચને પત્ર લખ્યો છે. હું તમામના સંપર્કમાં છું.

રાજકારણ: લોકસભા ચૂંટણી પહેલા રેશ્મા પટેલે ભાજપને આવજો કહી કીધુ

લોકસભા ચૂંટણી લડવા બાબતે રેશ્મા પટેલે કહયુ હતુ કે, હું ભાજપમાંથી રાજીનામું આપું છું. પણ અપક્ષ તરીકે લડવાનું થશે તો માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા એક સાથે લડીશ. આ સાથે રેશ્માએ કોંગ્રેસના લલિત વસોયાને વિનંતી કરી હતી કે જો ભાજપને પાડવું હશે તો એક થઇને લડવું પડશે.

રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે મારી પાસે માર્કેટિંગ કરાવ્યું છે. મને મીડિયા પેનલિસ્ટ તરીકે કામ કરાવ્યું છે. આથી હું ભાજપ સાથેથી સત્તાવાર રીતે છેડો ફાડી રહી છું. મેં ગુજરાત પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે. અને ભાજપનો ખેસ કુરિયર દ્વારા પરત કરું છું. પત્ર પણ કુરિયર કરી કમલમ મોકલાવીશ.