રાજકારણ@ભાભર: માર્કેટયાર્ડની ચૂંટણી પહેલા 16માંથી 6 બેઠકો બિનહરીફ જાહેર

અટલ સમાચાર, ભાભર ભાભર માર્કેટયાર્ડની આગામી દિવસે યોજાનાર ચૂંટણી પહેલાં 16માંથી 6 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. એપીએમસીની ચૂંટણીની 16 બેઠકો માટે કુલ 50 ફોર્મ ભરાતાં રાજકીય માહોલ ગરમાયો હતો. જોકે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 11 ફોર્મ પરત ખેંચાયા હોવાની વિગતો સામે આવી છે. જેથી હવે 16 બેઠકોમાંથી 6 બેઠકો બિનહરીફ જાહેર થતાં આગામી
 
રાજકારણ@ભાભર: માર્કેટયાર્ડની ચૂંટણી પહેલા 16માંથી 6 બેઠકો બિનહરીફ જાહેર

અટલ સમાચાર, ભાભર

ભાભર માર્કેટયાર્ડની આગામી દિવસે યોજાનાર ચૂંટણી પહેલાં 16માંથી 6 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. એપીએમસીની ચૂંટણીની 16 બેઠકો માટે કુલ 50 ફોર્મ ભરાતાં રાજકીય માહોલ ગરમાયો હતો. જોકે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 11 ફોર્મ પરત ખેંચાયા હોવાની વિગતો સામે આવી છે. જેથી હવે 16 બેઠકોમાંથી 6 બેઠકો બિનહરીફ જાહેર થતાં આગામી 02-12-2020ના રોજ 10 બેઠકો માટે ચૂંટણી યોજાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર માર્કેટયાર્ડની ચૂંટણી પહેલા જ 6 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. માર્કેટયાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠક, વેપારી વિભાગની 4 અને સહકારી મંડળીઓની 2 બેઠકો મળી કુલ 16 બેઠકોની ચૂંટણીમાં 50 ફોર્મ ભરાયા હતા. જોકે વેપારી વિભાગની 4 બેઠકો માટે 10 ઉમેદવારો મેદાનમાં હોવાથી સહકારી આગેવાનોની સમજાવટથી 4 ફોર્મ પરત ખેંચાયા છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, હવે 02-12-2020ના રોજ માર્કેટયાર્ડની 10 બેઠકો માટે 23 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. આ સાથે 03-12-2020ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જોકે માર્કેટયાર્ડની ચૂંટણીમાં પહેલા 50 ફોર્મ ભરાતાં રાજકીય ચહલપહલ તેજ બની હતી. જોકે બાદમાં સમજાવટને અંતે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં 6 બેઠકો બિનહરીફ જાહેર થતાં વર્તમાન ચેરમેને લાલજીભાઇ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉમેદવારો બિનહરીફ ચુંટાયા

વેપારી વિભાગ

  1. ઠક્કર દયારામ ખેંગારભાઇ
  2. પટેલ દિનેશનભાઇ સવાભાઇ
  3. પટેલ ભગવાન દલરામભાઇ
  4. માળી મોહનભાઇ કાનાભાઇ

સહકારી મંડળીઓ

  1. પટેલ લાલજીભાઇ હમીરભાઇ
  2. પટેલ લીલાબેન લાલજીભાઇ