bjp-btp
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભરૂચ જિલ્લામાં છોટુ વસાવાની પાર્ટીમાં ગાબડુ પડ્યુ છે.ઝઘડિયા તાલુકાના અનેક કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો છે. ભાજપમાં સામેલ થવાના કાર્યક્રમ સમયે તમામ રાજકીય આગેવાનો અને કાર્યકરો મનસુખ વસાવાની ઉપસ્થિતીમાં જોડાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ, ઉપ પ્રમુખ, ઝઘડિયા એપીએસમી મહેન્દ્રસિંહ વાસંદિયા, એપીએમસીના ચેરમેન તથા 30  થી 35 ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ઉપ સરપંચોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. સાંસદ સભ્ય મનસુખ વસાવા,પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની ઉપસ્થિતીમાં બીટીપીના કાર્યકરોએ ભાજપનો હાથ પકડ્યો હતો.

તમને જણાવી દઈયે કે, અસદ્દુદીન ઔવીશી સાથે ભારતીય ટ્રાયબલ પાર્ટીએ આગામી પેટા ચુંટણીને ધ્યાનમાં રાખી ગઠબંધન કર્યુ છે. જેથી ભાજપ અને કોન્ગ્રેસ બન્ને પાર્ટીઓ દોડતી થઈ ગઈ હતી. ઔવીસીનુ ગુજરાતમાં આગમન થવાથી સૌથી મોટુ નુકશાન કોન્ગ્રેસને થવાનુ અનુમાન લાગી રહ્યુ છે. રાજેસ્થાનમાં યોજાયેલ એક સ્થાનીક ચુંટણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીને ડુંગરપુર જીલ્લા પરીષદના પ્રમુખ બનતા અટકાવવા ભાજપ અને કોન્ગ્રેસ એક થઈને બીટીપીને રોકી હતી. જ્યાર બાદ બીટીપીએ કોન્ગ્રેસ ઉપર વિશ્વાષધાતનો આરોપ મુકી રાજેસ્થાન સરકારમાંથી તેમનો ટેકો પરત ખેંચી લીધો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code