રાજકારણ@બિહાર: ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ શિક્ષણ પ્રધાને પદ પરથી આપ્યું રાજીનામું

અટલ સમાચાર, ડેસ્ક બિહારના શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આજે જ તેનો ચાર્જ સંભાળ્યો હતો, અને આજે જ રાજીનામું ધરી દીધું હતું. મેવાલાલ ચૌધરી પર આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. બિહારની નીતિશ કુમાર સરકાર માટે મંત્રીઓને પદભાર સંભાળવાના પહેલા જ દિવસે મંત્રીએ રાજીનામું આપતાં ચકચાર મચી
 
રાજકારણ@બિહાર: ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ શિક્ષણ પ્રધાને પદ પરથી આપ્યું રાજીનામું

અટલ સમાચાર, ડેસ્ક

બિહારના શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આજે જ તેનો ચાર્જ સંભાળ્યો હતો, અને આજે જ રાજીનામું ધરી દીધું હતું. મેવાલાલ ચૌધરી પર આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. બિહારની નીતિશ કુમાર સરકાર માટે મંત્રીઓને પદભાર સંભાળવાના પહેલા જ દિવસે મંત્રીએ રાજીનામું આપતાં ચકચાર મચી ગઇ છે. પદ સાંભળ્યાના પહેલા જ દિવસે નીતિશ કુમારના ખાસ ગણાતાં મેવાલાલ ચૌધરીને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. મેવાલાલ ચૌધરી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ છે. ભારે હંગામો વચ્ચે મેવાલાલ ચૌધરીએ ગુરુવારે શિક્ષણ વિભાગનો ચાર્જ સાંભળ્યો હતો અને રાજીનામું આપી દીધું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાષ્ટ્રીય જનતા દળ RJD છેલ્લા 2 દિવસથી મેવાલાલ ચૌધરી સામે કથિત ભ્રષ્ટાચારના આરોપો અને તેની પત્નીના શંકાસ્પદ મૃત્યુમાં મેવાલાલ ચૌધરીની કથિત સંડોવણી અંગે તપાસની માંગ કરી રહી છે. મહત્વ નું છે કે, 2017માં, મેવાલાલ ચૌધરી પર જ્યારે સબૌર એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી ભાગલપુરના કુલપતિ હતા ત્યારે પદ પર રહીને નોકરીમાં કૌભાંડ કરવાનો આરોપ છે. એવો આક્ષેપ કરવામાં આવે છે કે, કુલપતિ હોવાના સમયે તેમણે ખોટી રીતે 161 આસિસ્ટંટ પ્રોફેસરોને ફરીથી ખોટી રીતે પદ પર નિયુક્ત કર્યા હતા, આ મામલે તેની વિરૂદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી છે.

બિહારના તત્કાલીન રાજ્યપાલ રામનાથ કોવિંદે તે સમયે મેવાલાલ ચૌધરી સામે તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં મેવાલાલ ચૌધરી પરના આરોપો સાચા હોવાનું માલુમ પડ્યું. તેના ઉપર સબૌર એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના બિલ્ડિંગના બાંધકામમાં પણ કૌભાંડ કરવાનો પણ આરોપ છે. જોકે, આ વિશે વાત કરતા મેવાલાલ ચૌધરી એ કહ્યું કે મારી વિરૂદ્ધ કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી કે કોર્ટ તરફથી મારા વિરૂદ્ધ કોઈ આરોપ સાબિત થયો નથી. મારી સામે કોઈ આક્ષેપો થયા નથી.