રાજકારણ@દેશ: ભાજપની નવી ટીમની જાહેરાત, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
BJP પ્રમુખ નીતિન નવીને નવી ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં આસામ ભાજપના પ્રભારી હરીશ દ્વિવેદી, રાજ્યસભા સાંસદ સંજય ભાટિયા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત અનેક અગ્રણી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવી ટીમમાં ગુજરાતમાંથી પણ અનેક નેતાઓને સ્થાન મળ્યું છે.ઉપાધ્યક્ષ, મહાસચિવો, સચિવો અને પ્રવક્તાઓની યાદીમાં Gen Z અને મહિલાઓની સાથે જાતી સમીકરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
ભાજપે ઉત્તર પ્રદેશના ઘણા નેતાઓનો સમાવેશ કર્યો છે, જ્યાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. નીતિન નવીનની નવી ટીમમાં, વસુંધરા રાજે સિંધિયાને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તીરથ સિંહ રાવતને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. રામ માધવને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, બૈજયંત જય પાંડાને પણ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. રેખા વર્માને પણ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. વિનોદ તાવડેને મહાસચિવ બનાવવામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાનીને મહાસચિવ બનાવવામાં આવ્યા છે. સતીશ પુનિયા, ગજેન્દ્ર પટેલ પણ મહાસચિવ રહેશે. હરીશ દ્વિવેદી, સંજય ભાટિયાને પણ મહાસચિવ બનાવવામાં આવ્યા છે. બીએલ સંતોષ સંગઠન મહાસચિવ તરીકે યથાવત રહેશે.
ઉપપ્રમુખો, મહામંત્રીઓ, સચિવો અને પ્રવક્તાઓની યાદી ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં યુવાનો અને મહિલાઓને ખાસ ધ્યાનમાં રાખીને જાતિ સમીકરણ કરવામાં આવ્યું છે. ભાજપે નવી ટીમમાં ઉત્તર પ્રદેશના ઘણા નેતાઓનો સમાવેશ કર્યો છે, જ્યાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

