રાજકારણ@દેશ: પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે ક્યારેય છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન સાંખી ન લેત એમ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ આજે જણાવ્યું હતું. પીએમ મોદીએ તાજેતરમાં જ રાહુલ ગાંધીને હાંકલ કરી હતી કે બાળાસાહેબ ઠાકરે અને સ્વાતંત્ર્યવીર સાવરકરને બિરદાવે. આ ટકોરની સામે વળતો પ્રહાર કરતા પ્રિયંકાએ કહ્યું હતું કે, 'મહાયુતિના રાજ્યમાં સિંધુદુર્ગમાં શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી તેની પાછળ ભ્રષ્ટાચાર કારણભૂત હતા.'સંસદ ભવનની બહારની છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ખસેડી લેવામાં આવી. શિવાજી મહારાજનું આવું અપમાન બાળાસાહેબ ઠાકરેએ ક્યારેય સાંખી લીધું ન હોત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના બધા નેતાઓ શિવાજી મહારાજનું નામ લીધા કરે છે પણ તેમને માન આપતા નથી. મોદી બાળાસાહેબના નામનું ઉચ્ચારણ કરે છે. પણ ભાજપએ ઉદ્ધવ ઠાકરેની જ પીઠમાં ખંજર ભોંંક્યું હતું. કોલ્હાપુર અને શિર્ડીમાં ચૂંટણી પ્રચાર સભાઓને સંબોધતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, 'કોંગ્રેસ અને શિવસેના (યુબીટી)ની રાજકીય વિચારધારા જુદી છે, આમ છતાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પણ શિવાજી મહારાજનું અપમાન સહન ન જ કરી શકે.'
મહાવિકાસ આઘાડીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે આવેલા પ્રિયંકાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, 'છત્રપતિ શિવાજીની જ ભૂમિમાં શિવાજીનું અપમાન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુદુર્ગમાં શિવાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પરંતુ ભ્રષ્ટાચારને કારણે એ પ્રતિમા તૂટી પડી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનની કહેણી અને કરણીમાં બહુ તફાવત છે. જ્યારે મોદીનું ભાષણ સાંભળીએ ત્યારે ખરેખર નિરાશા ઉપજે છે, કારણ કે તેમના શબ્દોમાં રતીભાર પણ સત્ય નથી હોતું. જૂઠાણા ચલાવે છે.