રાજકારણ@દેશ: રાષ્ટ્રપતિના ભાષણ પર સોનિયા ગાંધીની ટીપ્પણીથી સર્જાયો વિવાદ

સોનિયા ગાંધીની આ ટીપ્પણી બાદ હવે સંસદમાં પણ તેના પડઘા પડશે તે નિશ્ચિત છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સંસદના બજેટ સત્રના પ્રારંભે સંસદની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કરેલી ટિપ્પણીથી વિવાદ સર્જાઈ ગયો છે.ભાજપે સોનિયા પર રાષ્ટ્રપતિ અને એક આદિવાસી મહિલાના અપમાનનો આરોપ મુકીને તેમની માફીની માંગ કરી હતી. દ્રૌપદી મુર્મુએ આજે સરકારની કામગીરી અંગે વ્યાપક રીતે પોતાનું સંબોધન કર્યુ હતું અને તે સામાન્ય કરતા વધુ લાંબુ હોવાનું જણાતુ હતું. જેના પર પ્રતિભાવ આપતા સોનિયા ગાંધીએ ખૂબ જ આશ્ચર્યજનક ટીપ્પણી કરી હતી અને કહ્યું કે, રાષ્ટ્રપતિ અંત સુધી ખૂબજ થાકેલા નજરે આવતા હતા. અને અંતમાં મુશ્કેલીથી બોલી શકતા હતા.
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ માટે બિચારી મહિલા એવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તો રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિનું ભાષણ ખૂબજ કંટાળાજનક હોવાનું અને કંઈ નવુ નહી હોવાનુ કહ્યુ'તુ સોનિયાના આ વિધાનો પર બાદમાં જબરૂ રાજકારણ શરૂ થઈ ગયુ હતુ અને ભાજપે આ અંગે સોનિયા ગાંધીએ દેશના રાષ્ટ્રપતિ અને એક આદિવાસી મહિલાનું અપમાન કર્યુ હોવાનું જણાવીને આકરી ટીકા કરી હતી.સોનિયા ગાંધીની આ ટીપ્પણી બાદ હવે સંસદમાં પણ તેના પડઘા પડશે તે નિશ્ચિત છે. આજે રાષ્ટ્રપતિનું ભાષણ પુરુ થયા બાદ સોનિયા-રાહુલ-પ્રિયંકા સાથે સંસદ ભવન છોડીને ગયા હતા.