રાજકારણ@દેશ: કોંગ્રેસ સાથે ગઠબંધનની અટકળો વચ્ચે AAP પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

 
Aap

પ્રથમ યાદી સોમવારે જાહેર કરવામાં આવી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હરિયાણામાં કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. AAPની પ્રથમ યાદી સોમવારે જાહેર કરી હતી, જેમાં આમ આદમી પાર્ટીએ 20 ઉમેદવારોની જાહેરાત કરી હતી.ત્યારે આજે પાર્ટીએ આ યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં બરવાલાથી ભાજપના બળવાખોર છત્રપાલ સિંહ, થાનેસરથી ભાજપના બળવાખોર કૃષ્ણ બજાજ અને બાવલથી કોંગ્રેસના બળવાખોર નેતા જવાહર લાલને મેદાનમાં ઉતાર્યા છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે બીજી યાદી જાહેર કરી છે. AAPએ આ યાદીમાં નવ ઉમેદવારોની જાહેરાત કરી છે. ગઈકાલે ભાજપ છોડીને AAP પાર્ટીમાં સામેલ થયેલા પ્રો. છત્રપાલને બરવાળાથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ સાથે ગઠબંધનની વાટાઘાટો તૂટ્યા બાદ AAPની આ બીજી યાદી છે. AAPના પ્રદેશ અધ્યક્ષ સુશીલ ગુપ્તાએ ગઈ કાલે કહ્યું હતું કે અમે તમામ 90 બેઠકો પર ઉમેદવારો જાહેર કરીશું.

તેમણે કહ્યું કે હરિયાણામાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થશે. ભાજપ સહિત અન્ય કોઈ પક્ષ હરીફાઈમાં નથી. AAP હરિયાણામાં એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે. રીટા બામણીયાને સધૈરાથી ટિકિટ આપવામાં આવી છે. થાનેસરથી કૃષ્ણા બજાજ અને ઈન્દ્રીથી હવા સિંહને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. મુખત્યાર સિંહ બાઝીગરને રતિયાથી, એડવોકેટ ભૂપેન્દ્ર બેનીવાલને આદમપુરથી અને જવાહર લાલને બાવલથી ટિકિટ આપવામાં આવી છે. ફરિદાબાદથી પ્રવેશ મહેતા અને તિગાંવથી આબાશ ચંદેલાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.