રાજકારણ@દેશ: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનને લઈને મોટા સમાચાર, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સૂત્રોનું જણાવ્યા અનુસાર શનિવારે સાંજે રાઘવ ચઢ્ઢા અને દીપક બાબરિયા વચ્ચે બેઠક થઈ હતી, જે સકારાત્મક વાતાવરણમાં થઈ હતી. આમ આદમી પાર્ટી લગભગ પાંચ સીટો પર સહમત છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને વાટાઘાટો ટ્રેક પર હોય તેવું લાગી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલ સુધીમાં ગઠબંધનની જાહેરાત થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે સાંજે (7 સપ્ટેમ્બર 2024) રાઘવ ચઢ્ઢા અને દીપક બાબરિયા વચ્ચે બેઠક થઈ હતી. જણાવવામાં આવ્યું છે કે આ બેઠક સકારાત્મક વાતાવરણમાં થઈ હતી. આમ આદમી પાર્ટી લગભગ પાંચ સીટો પર સહમત છે, પરંતુ પોતાની પસંદગીની સીટ પર પણ દબાણ કરી રહી છે.સૂત્રોનું કહેવું છે કે વાતાવરણને જોતા એક તરફ આમ આદમી પાર્ટી કોઈપણ ભોગે ગઠબંધન ઈચ્છે છે તો બીજી તરફ રાહુલ ગાંધીની પહેલને જોતા કોંગ્રેસના નેતાઓ પાસે પણ અન્ય કોઈ વિકલ્પ નથી. આવી સ્થિતિમાં મહાગઠબંધનની જાહેરાત ટૂંક સમયમાં થશે તેવું માનવામાં આવી રહ્યું છે.