રાજકારણ@દેશ: નવા સત્રના આરંભે કોંગ્રેસની BJPને ઘેરવાની શરૂઆત, બંધારણની નકલો લઈ દેખાવ કર્યો

 
બંધારણ
 કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પીમ મોદી પર નિશાન સાધ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજથી 18મી લોકસભાના સત્રની શરૂઆત થઈ રહી છે. NDA ગઠબંધનની જીત થતા નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના INDIA મહાગઠબંધને સારો દેખાવ કર્યો. ચૂંટણીમાં મળેલા સારા પ્રતિસાદ બાદ કોંગ્રેસ નવા સત્રના આરંભ સાથે PM મોદી અને BJPને ઘેરવાની શરૂઆત કરી છે. સત્રના આરંભ સમયે સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ બંધારણની નકલો લઈ દેખાવ કર્યો હતો.

નવા સત્રના આરંભમાં કોંગ્રેસ પાર્ટી કેવા પ્રકારની તૈયારી સાથે સંસદમાં આવશે તેને લઈને રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ દ્વારા આજે સંસદમાં બંધારણની નકલો લઈ જવા અંગે પૂછવામાં આવતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કહે છે, “PM અને અમિત શાહ બંધારણ પર જે હુમલો કરી રહ્યા છે તે અમને સ્વીકાર્ય નથી, અમે તેનો વિરોધ કરીશું. આવું ન થવા દઈએ તો, અમે શપથ લેતી વખતે બંધારણને પકડી રાખ્યું હતું… અમારો સંદેશ જઈ રહ્યો છે, ભારતના બંધારણને કોઈ શક્તિ સ્પર્શી શકશે નહીં.

મલ્લિકાર્જુન ખડગેએ પણ પીમ મોદી પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે વડાપ્રધાન મોદીજીએ આજે ​​તેમના customary શબ્દોમાં જરૂર કરતાં વધુ વાત કરી. દેશને આશા હતી કે મોદીજી આજે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કંઈક બોલશે. તેઓ NEET અને અન્ય ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થવા અંગે યુવાનો પ્રત્યે થોડી સહાનુભૂતિ દર્શાવશે, પરંતુ તેઓ તેમની સરકારના ગોટાળા અને ભ્રષ્ટાચાર અંગે કોઈ જવાબદારી ના લીધી. મોદીજી પણ પશ્ચિમ બંગાળમાં તાજેતરના ટ્રેન અકસ્માત અંગે મૌન રહ્યા. મણિપુર છેલ્લા 13 મહિનાથી હિંસાથી ઘેરાયેલું છે, પરંતુ મોદીજી ન તો ત્યાં ગયા અને ન તો તેમના ભાષણમાં તાજેતરની હિંસા અંગે કોઈ ચિંતા વ્યક્ત કરી. આસામ અને ઉત્તર-પૂર્વમાં પૂર આવી શકે છે, મોંઘવારી વધી શકે છે, રૂપિયામાં ઘટાડો થઈ શકે છે, એક્ઝિટ પોલ-સ્ટૉક માર્કેટ કૌભાંડ થઈ શકે છે.