રાજકારણ@દેશ: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી કરતાં પહેલા વાયનાડમાં કર્યો રોડ શો, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પ્રિયંકા ગાંધી વાડ્રા આજે એટલે કે બુધવારે વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહેશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કાલપેટ્ટા નવા બસ સ્ટેન્ડથી રોડ શો કરીને બપોરે 12 વાગ્યે જિલ્લા કલેક્ટર સમક્ષ નામાંકન રજૂ કરશે. ચૂંટણી પંચે વાયનાડની લોકસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસે જાહેરાત કરી હતી કે પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવાર હશે.
કોંગ્રેસે વાયનાડમાંથી AICC મહાસચિવને મેદાનમાં ઉતાર્યા પછી કાર્યકરોએ મતવિસ્તારમાં વાયનાડન્ટે પ્રિયંકર લખેલા પોસ્ટરો લગાવ્યા હતા. જણાવી દઈએ કે સાઉથમાં કેરળ મતવિસ્તારમાંથી પ્રિયંકા ગાંધીની ચૂંટણીમાં પદાર્પણનો તબક્કો તૈયાર છે, જ્યાંથી તે સક્રિય રાજકારણમાં જોડાવા માટે તૈયાર છે.2024ની લોકસભા ચૂંટણીમાં બંને બેઠકો પરથી જીત્યા બાદ રાહુલ ગાંધીએ અમેઠી બેઠક જાળવી રાખતાં વાયનાડ સીટ ખાલી પડી હતી.
પ્રિયંકા ગાંધી સામે ભારતીય જનતા પાર્ટી એ નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર નવ્યાએ 2007માં બી.ટેક પૂર્ણ કર્યું. કોઝિકોડ કોર્પોરેશનના કાઉન્સિલર અને ભાજપ મહિલા મોરચાના રાજ્ય મહાસચિવ તરીકે પાર્ટી માટે કામ કરે છે. 13 નવેમ્બરે વાયનાડ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થશે.