રાજકારણ@દેશ: હરિયાણાના CM થયા કન્ફર્મ, PM મોદી સહિત ભાજપના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં લેશે શપથ

 
રાજકારણ
ભાજપે 48 બેઠક સાથે મોટી જીત હાંસલ કરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

હરિયાનામાં નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે પંચકુલામાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. કેન્દ્રીય મંત્રી અને હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, 'અમને પ્રધાનમંત્રીની મંજૂરી મળી ગઈ છે કે મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ 17 ઓક્ટોબરે પંચકુલામાં શપથ લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વરિષ્ઠ નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.

નાયબ સિંહ સૈનીએ માર્ચમાં પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને રિપ્લેસ કરીને મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. આ બીજી વખત હશે જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી બનશે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા સૈનીની નિમણૂકથી હરિયાણાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. સૈની ઓબીસી સમુદાયના હોવાથી ભાજપે રાજ્યમાં સામાજિક સમીકરણોનું ધ્યાન રાખ્યું છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના સામાજિક સમીકરણ અને રણનીતિ કામ કરી ગઈ. જેના કારણે ભાજપે 48 બેઠક સાથે મોટી જીત હાંસલ કરી છે.