રાજકારણ@દેશ: સંસદમાં કંગના રનૌતનું પ્રથમ ભાષણ, કોંગ્રેસ પર સાધ્યું નિશાન

 
રાજકારણ
કંગનાએ ભાષણ દરમિયાન કેન્દ્રીય બજેટ-2024ના વખાણ કર્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરના સાંસદ કંગના રનૌતે આજે સંસદમાં પ્રથમવાર ભાષણ આપ્યું છે. તેમણે સંસદમાં બજેટ-2024 પર ચર્ચા દરમિયાન પોતાની વાત રજુ કરી છે. આ પહેલા કંગનાએ ગુરુવારે સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નો પૂછ્યા હતા. કંગના રનૌતે કહ્યું કે, ‘આ જગ્યા માટે માટે તદ્દન નવી છે. હું એક નવી સાંસદ છું. મને આભાસ છે કે, 18મી લોકસભા સામાન્ય લોકસભા નથી. આ લોકસભાની ચૂંટણીમાં આપણા ટોચના નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે, જેમણે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનીને છેલ્લા 60 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.તેમણે કહ્યું કે, ‘અમે બધા વડાપ્રધાન મોદીને અભિનંદન આપીએ છીએ.

સાથે જ ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો પણ અભિનંદનને પાત્ર છે, જેમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણી ભારતની જનતા પણ અભિનંદનને પાત્ર છે, જેમણે સરળ, સહજ અને સફળ સરકારને પસંદગી કરી છે.’ આ દરમિયાન તેમણે અર્થવ્યવસ્થા મુદ્દે કોંગ્રેસ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું.કંગનાએ કહ્યું કે, ‘આપણે બધા જાણીએ છીએ કે, આજથી 10 વર્ષ પહેલા આપણી અર્થવ્યવસ્થાની સ્થિતિ કેવી હતી.

આજથી 10 વર્ષ પહેલા આપણી ખાડે ગયેલી અર્થવ્યવસ્થા 11 અથવા 12માં ક્રમાંકે હતી, જેના કારણે આખો દેશ ચિંતિત હતો. જોકે હવે અર્થવ્યવસ્થા 11 પરથી પાંચમા ક્રમાંકે આવી ગઈ છે અને ખૂબ ઝડપથી ત્રીજા ક્રમાંક તરફ જઈ રહી છે.’ કંગનાએ ભાષણ દરમિયાન કેન્દ્રીય બજેટ-2024ના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘હિમાચલ પ્રદેશમાં વર્ષ 2023માં ભીષણ પૂર આવ્યું હું, જેમાં મોટાપાયે જાન-માલને ઘણું નુકસાન થયું હતું.એક વર્ષ વિતવા છતાં હિમાચલ પૂરના મારમાંથી બહાર આવી શક્યું ન હતું, જેનું મુખ્ય કારણ કોંગ્રેસની બેદરકારી અને ભ્રષ્ટાચારી નીતિઓ છે.’