રાજકારણ@દેશ: મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો વિગતે

 
રાજકારણ
20મી નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23મીએ આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોને લઈને ઘણા દિવસોથી ચાલી રહેલું સસ્પેન્સ આજે સમાપ્ત થયું છે. ચૂંટણી પંચ આજે બંને રાજ્યોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23મીએ આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મહારાષ્ટ્રમાં 9 કરોડ 63 લાખ મતદારો હશે. અહીં 5 કરોડ પુરૂષ મતદારો છે.જ્યારે ઝારખંડમાં 1 કરોડ 31 લાખ પુરૂષ અને 1 કરોડ 29 લાખ મહિલા મતદારો છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં દરેક બૂથ પર લગભગ 960 મતદારો હશે. અહીં એક લાખ પોલિંગ બૂથ પર મતદાન થશે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. 288 બેઠકો પર યોજાશે ચૂંટણી મહારાષ્ટ્રમાં 9.63 કરોડ મતદારો છે. જેમાં 4.9 પુરૂષ અને 4.6 મહિલા મતદારો છે. 1.85 કરોડ યુવા મતદારોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં 1,00,186 મતદાન મથકો છે. જે 52,789 જગ્યાએ હશે. 

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટો છે અને કોઈપણ ગઠબંધનને સરકાર બનાવવા માટે 145 સીટોની જરૂર પડશે. જાણો શું થયું હતું 2019માં મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે, જેમાંથી બહુમત માટે 145 બેઠકો જરૂરી છે. 2019ની ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, NCPને 54, કોંગ્રેસને 44 અને અન્યને 29 બેઠકો મળી હતી.