રાજકારણ@દેશ: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપની સુધારેલી યાદી જાહેર, જાણો કોને મળી ટીકીટ?
નવી યાદીમાં 15 ઉમેદવારોના જ નામ જાહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની સુધારેલી યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કા હેઠળ આ યાદીમાં 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ આજે 10 વાગ્યે ભાજપે જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.પરંતુ થોડીવારમાં જ આ યાદી પરત ખેંચી લેવામાં આવી હતી. જે હવે નવેસરથી બહાર પાડવામાં આવી છે. જો કે અગાઉ જાહેર કરેલી યાદીમાં 44 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે હવે નવી યાદીમાં 15 ઉમેદવારોના જ નામ જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ પ્રથમ યાદીમાં નામ ન હોવાને કારણે નારાજ હતા, જેના કારણે ભાજપે નવી યાદી બહાર પાડવી પડી હતી. અગાઉ જાહેર કરવામાં આવેલી યાદીમાં જમ્મુ-કાશ્મીરમાં ભાજપના ઘણા મોટા નેતાઓને ટિકિટ આપવામાં આવી ન હતી. જેમા પૂર્વ ડેપ્યુટી સીએમ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પૂર્વ સ્પીકર ડૉ. નિર્મલ સિંહ પણ સામેલ હતા. આ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમ કવિન્દર ગુપ્તાને પણ ટિકિટ મળી નથી.
વિધાનસભા ચૂંટણીને લઈને (25 ઓગ્સ્ટ) નવી દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ સામેલ હતા. આ બેઠકમાં ચૂંટણીની વ્યૂહનીતિ, મુદ્દાઓ, ઉમેદવારોના નામ અને રાજ્યમાં પીએમ મોદીની સંભવિત રેલીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.ચૂંટણી પંચે રાજ્યની 90 વિધાનસભા બેઠકો પર મતદાન માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે.જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે. સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.