રાજકારણ@દેશ: જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં PM મોદી પર રાહુલ ગાંધીનો કટાક્ષ, શું કહ્યું? જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી યુએસ પ્રવાસ દરમિયાન સતત અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન તેઓએ આજે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી અને વાતચીત કરી. સોમવારે રાહુલે ટેક્સાસના ડલ્લાસમાં એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. તેઓએ જ્યોર્જટાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી પછી ભારતમાં કંઈક બદલાયું છે. લોકોએ કહ્યું કે તેઓ હવે ડરતા નથી. મારા માટે રસપ્રદ છે કે ભાજપ અને પીએમ મોદીએ એટલો ડર ફેલાવ્યો પણ કેટલીક સેકન્ડમાં બધું ગાયબ થઈ ગયું.
તેઓએ કહ્યું કે ભાજપ અને પીએમ મોદીને આ ડર ફેલાવવામાં ઘણા વર્ષો લાગ્યા, પરંતુ હવે તે ગાયબ થઈ ગયો છે. તેમણે કહ્યું કે સંસદમાં હું વડાપ્રધાનને મારી સામે જોઉં છું. હું તમને કહી શકું છું કે પીએમ મોદીનો વિચાર, 56 ઇંચની છાતી, ભગવાન સાથે સીધો સંબંધ, આ બધું હવે ઇતિહાસ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમારા તમામ બેંક ખાતા ચૂંટણીના ત્રણ મહિના પહેલા સીલ કરવામાં આવ્યા હતા. અમે ચર્ચા કરી રહ્યા હતા કે હવે શું કરવું. મેં કહ્યું કે જોઈ લઈ શું, અને અમે ચૂંટણીમાં જોર લગાવી દીધું, તેમણે કહ્યું કે ભાજપ એ નથી સમજતું કે આ દેશ દરેકનો છે.