આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ગાંધીનગર

બુધવાર રાતથી કોંગ્રેસના ૩ ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી અટકળો ફેલાઈ રહી હતી. અલ્પેશ ઠાકોર, ભરતજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, ધવલસિંહ ઝાલા, ડૉ કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, સોમા ગાંડા પટેલ સહિતના ધારાસભ્યોના નામ ચાલી રહ્યા હતાં.
કોંગ્રેસના ટંકારાના પાટીદાર ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ભળે છે તેવી વાતો ફેલાવીને ભાજપ હવાતિયા મારે છે, ભાજપને હડકવા થયો છે.
તો લલિત કગથરાએ તેઓ કોઇપણ કાળે ભાજપમાં નથી જોડાઈ રહ્યા તેમજ હવે કોઇપણ ધારાસભ્ય ભાજપની માયાજાળમાં નહીં આવે તેમ કહ્યું, સાથે જ જણાવ્યું કે ગુજરાતનો મુખ્યમંત્રી બનાવતા હોય તોયે હું ભાજપમાં ના જાઉં ત્યાં સુધીની સ્પષ્ટતા તેમણે આપી.
કોંગ્રેસના ધારાસભ્ય લલીલ વસોયાએ પોતાના Facebook એકાઉન્ટ પર લખ્યું છે કે, ખેડુત વિરોધી માનસિકતા ધરાવનાર લોકો સાથે બેસવા કરતા આત્મહત્યા કરી લેવી સારી છે. આમ હાલના તબ્બકે લલીત વસોયાની સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા બાદ તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તે અટકળોનો અંત આવ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code