રાજકારણ@ગાંધીનગર: કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળી મહત્વની બેઠક
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં અગાઉ ઓબીસી સમાજ માટે 10 ટકા બેઠકો અનામત હતી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરના કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી છે, આ બેઠકમાં અગામી સમયમાં ગ્રામપંચાયત તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે મંથન કરાઈ રહ્યું છે.બેઠકમાં આગામી કાર્યક્રમો તેમજ રૂપરેખા અંગે થશે મંથન.આ બેઠકમાં પ્રભારી, પ્રદેશના હોદ્દેદારો હાજર રહ્યાં.
અગામી સમયમાં ગ્રામપંચાયત તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને લઈ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે,ભાજપના મહામંત્રી રજની પટેલ અને રત્નાકરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે, જિલ્લા પ્રમુખોને હાજર રહેવા માટે આપ્યું છે આમંત્રણ તો આ બેઠકમાં કેન્દ્ર દ્વારા નિયત કરેલા કાર્યક્રમોને લઈ ચર્ચા કરવામાં આવી છે. રાજ્યમાં 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયત તેમજ 7000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ટલ્લે ચડી છે.
રાજ્યમાં ગ્રામીણ સ્તરે 52 ટકા અને શહેરી ક્ષેત્રે 46.43 ટકા ઓબીસી સમાજની વસ્તી છે. ઓબીસી સમાજ માટે અનામત બેઠક જિલ્લા પંચાયતોમાં 105 થી વધીને 229, 248 તાલુકા પંચાયતોમાં 506 થી વધીને 1085, રાજ્યની કુલ 14,562 ગ્રામ પંચાયતોમાં 12,750થી વધીને 25,347 અને એ જ રીતે નગરપાલિકાઓ પણ મોટા પ્રમાણમાં વધી છે. સૂત્રો એવું કહે છે કે, લોકસભાની ચૂંટણી પછી રાજ્ય ચૂંટણી પંચ બે મહિનામાં નવી મતદાર યાદી તૈયાર કરવાની તથા અનામત વર્ગીકરણની કાર્યવાહી પૂર્ણ કરી ચૂંટણી માટે સરકારના આદેશની રાહ જોશે.