રાજકારણ@ગુજરાત: મોડાસા અને ગોધરા પાલિકામાં AIMIMના 20 ઉમેદવારો, ચૂંટણી જંગ જામશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે AIMIMના 20 ઉમેદવારોએ મોડાસા અને ગોધરા નગરપાલિકામાંથી ઉમેદવારી નોંધાવી હોવાનું સામે આવી છે. આ તરફ AIMIM પાર્ટીના 21 ઉમેદવારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 6 વોર્ડમાંથી પોતાની ઉમેરવારી નોંધાવી હતી. આ સિવાય 23મી ફેબ્રુઆરીએ અસદુદ્દીન ઓવૈસી ફરીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આવતીકાલે સાંજે ગોધરા અને મોડાસામાં
 
રાજકારણ@ગુજરાત: મોડાસા અને ગોધરા પાલિકામાં AIMIMના 20 ઉમેદવારો, ચૂંટણી જંગ જામશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે AIMIMના 20 ઉમેદવારોએ મોડાસા અને ગોધરા નગરપાલિકામાંથી ઉમેદવારી નોંધાવી હોવાનું સામે આવી છે. આ તરફ AIMIM પાર્ટીના 21 ઉમેદવારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 6 વોર્ડમાંથી પોતાની ઉમેરવારી નોંધાવી હતી. આ સિવાય 23મી ફેબ્રુઆરીએ અસદુદ્દીન ઓવૈસી ફરીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આવતીકાલે સાંજે ગોધરા અને મોડાસામાં જાહેરસભાને ઓવૈસી સંબોધશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકારણ@ગુજરાત: મોડાસા અને ગોધરા પાલિકામાં AIMIMના 20 ઉમેદવારો, ચૂંટણી જંગ જામશે
જાહેરાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કામાં અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીના 20 જેટલા ઉમેદવારો દ્વારા મોડાસા અને ગોધરા નગરપાલિકામાંથી ઉમેદવારી નોંધવવા માટે ઉમેદવારી ફોર્મ ભર્યા છે. આ બંને શહેરમાં આવેલા કેટલાક વોર્ડમાંથી ઓવૈસીની પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડશે. AIMIMના 12 ઉમેદવારોએ મોડાસામાંથી જ્યારે 8 ઉમેદવાર ગોધરામાંથી ઉમેદવારી નોંધવી છે. AIMIM મોડાસા નગરપાલિકાના 3 વોર્ડ અને ગોધરાના 6 વોર્ડમાંથી ચૂંટણી લડી રહી છે. ગુજરાતના પૂર્વમાં આવેલ બંને શહેરોના લઘુમતી વિસ્તારમાંથી AIMIM ચૂંટણી લડવા જઈ રહી છે.

રાજકારણ@ગુજરાત: મોડાસા અને ગોધરા પાલિકામાં AIMIMના 20 ઉમેદવારો, ચૂંટણી જંગ જામશે