રાજકારણ@ગુજરાત: રૂપાણીના રાજીનામા બાદ નવા CM તરીકે આ દિગ્ગજોના નામ ચર્ચામાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતના સીએમ પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે આ અંગે વિજય રૂપાણીએ પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેવી ચર્ચા તેજ બની છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર છે. હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે, તેને લઈને સીએમ
 
રાજકારણ@ગુજરાત: રૂપાણીના રાજીનામા બાદ નવા CM તરીકે આ દિગ્ગજોના નામ ચર્ચામાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના સીએમ પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે આ અંગે વિજય રૂપાણીએ પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેવી ચર્ચા તેજ બની છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર છે. હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે, તેને લઈને સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, મોવડી મંડળ નક્કી કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મનસુખ માંડવિયા

મળતી જાણકારી પ્રમાણે, આ રેસમાં સૌથી પહેલું નામ મનસુખ માંડવીયાનું છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી પાટીદાર નેતા હોવાની પ્રબળ શક્યતાઓ દેખાઇ રહી છે. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું નામ સૌથી પહેલું હોવાની સંભાવનાઓ છે.

પરુષોત્તમ રૂપાલા

આ રેસમાં પુરૂષોત્તમ રૂપાલાનું નામ પણ ચર્ચામાં છે. રૂપાલા પાટીદાર સમાજના મોભાદાર નેતા છે. આ ઉપરાંત, રૂપાલા પોતાની આક્રમક શૈલીઓ માટે જાણીતા છે. જેથી તેમને પણ પાટીદાર સીએમના રૂપમાં જોવામાં આવી રહ્યાં છે.

ગોરધન ઝડફિયા

આ ઉપરાંત, ત્રીજા પાટીદાર નેતા તરીકે ગોરધન ઝડફિયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. એટલે કે ગુજરાતના નવા પાટીદાર મુખ્યમંત્રી તરીકે ગોરધન ઝડફિયાનું નામ પણ રેસમાં હોવાની સંભાવનાઓ છે.

સી.આર.પાટીલ પણ રેસમાં

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નામ પણ રેસમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. નોંધનીય છે કે, સી.આર.પાટીલ પણ આડકતરી રીતે પાટીદાર નેતા જ કહેવાઇ રહ્યાં છે. કારણ કે મરાઠી સમાજમાં પાટિલ પાટીદાર કોમ્યુનિટીમાં આવે છે.

નીતિન પટેલ

આ સાથે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ પણ છે. નોંધનીય છેકે ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના રાજીનામાના સમયે નીતિન પટેલનું નામ રેસમાં સૌથી આગળ હતું. પરંતુ, રાતોરાત નવા સીએમ તરીકે વિજય રૂપાણીની જાહેરાત થઇ હતી. એ સમયે નીતિન પટેલની નારાજગી પણ છત્તી થઇ હતી. જેથી મનાઇ રહ્યું છેકે આ વખતે નીતિન પટેલને સીએમનું પદ આપવામાં આવી શકે છે.

હાલ તો ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પાટીદાર નેતાઓના નામ ચર્ચામાં આવી રહ્યાં છે. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ આખરે કોની પસંદગી કરે છે તે તો સમય જ બતાવશે.