રાજકારણ@ગુજરાત: ચૂંટણી પહેલાં કોંગ્રેસ એક્શન મોડમાં, આવતાં મહીને રાહુલ ગાંધીની એન્ટ્રી ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં કોરોના મહામારી અને વરસાદી વાતાવરણ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. પંજાબ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ બાદ હવે ગુજરાતમાં રાહુલ ગાંધીની એન્ટ્રી થઇ શકે છે. સૂત્રોથી મળતી વિગતો મુજબ આગામી વર્ષ 2022માં દેશનાં અનેક રાજ્યોમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. જોકે ગુજરાતમાં ભાજપે અને પંજાબમાં કોંગ્રેસે મુખ્યમંત્રીને ચૂંટણી પહેલા
 
રાજકારણ@ગુજરાત: ચૂંટણી પહેલાં કોંગ્રેસ એક્શન મોડમાં, આવતાં મહીને રાહુલ ગાંધીની એન્ટ્રી ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોના મહામારી અને વરસાદી વાતાવરણ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. પંજાબ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ બાદ હવે ગુજરાતમાં રાહુલ ગાંધીની એન્ટ્રી થઇ શકે છે. સૂત્રોથી મળતી વિગતો મુજબ આગામી વર્ષ 2022માં દેશનાં અનેક રાજ્યોમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. જોકે ગુજરાતમાં ભાજપે અને પંજાબમાં કોંગ્રેસે મુખ્યમંત્રીને ચૂંટણી પહેલા બદલી નાંખ્યા છે. આ તરફ હવે રાહુલ ગાંધી પંજાબ બાદ મિશન ગુજરાતમાં જોડાય તેવી શક્યતા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં આગામી વર્ષ વિધાનસભાની ચૂંટણી છે જ્યાં બીજી તરફ હજુ કોંગ્રેસમાં સંગઠન મજબૂત કરવાનો પડકાર છે. કોંગ્રેસમાં થોડા દિવસ પહેલા સુધી પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષનાં નેતા નવા આવશે તેવી ચર્ચા હતી. જોકે હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી, આ સિવાય કોંગ્રેસનાં દિગ્ગજ નેતા રાજીવ સાતવનાં નિધન બાદ પ્રભારી પદ પર પણ કોઈની હજુ સુધી વરણી કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસનાં પેન્ડિંગ કામો વચ્ચે રાહુલ ગાંધીને ઓક્ટોબર મહિનામાં ગુજરાત આવવા માટે સમય માંગવામાં આવ્યો છે. ઓકટોબર મહિનામાં ગુજરાતમાં યોજાનાર સંયોજકોને બેઠકમાં રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતા છે.