રાજકારણ@ગુજરાત: ચૂંટણી પહેલા ચર્ચા-CM ભૂપેન્દ્ર પટેલ આજે પાટીદાર સમાજના અગ્રણીઓને મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં 2022ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ છે. ભાજપ દ્વારા મુખ્યમંત્રી પણ પાટીદાર સમાજના બનાવામાં આવ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના વડાઓને મળવાના છે. સાંજના 6 વાગ્યે તેઓ ગાંધીનગરમાં પાટીદાર સમાજના નેતાઓ સાથે મુલાકાત લેવાના છે. આ મુલાકાત ભાજપ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે ઘણી ખાસ રહેશે.
 
રાજકારણ@ગુજરાત: ચૂંટણી પહેલા ચર્ચા-CM ભૂપેન્દ્ર પટેલ આજે પાટીદાર સમાજના અગ્રણીઓને મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં 2022ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ છે. ભાજપ દ્વારા મુખ્યમંત્રી પણ પાટીદાર સમાજના બનાવામાં આવ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના વડાઓને મળવાના છે. સાંજના 6 વાગ્યે તેઓ ગાંધીનગરમાં પાટીદાર સમાજના નેતાઓ સાથે મુલાકાત લેવાના છે. આ મુલાકાત ભાજપ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે ઘણી ખાસ રહેશે. કારણકે આ મુલાકાતની અસર આવનારી ચૂંટણી પર જોવા મળી શકે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે 2022ની ચૂંટણી પહેલાજ પાટીદાર સમાજને ફરી એકમંચ પર ભેગો કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ મુલાકાતમાં પાટીદાર સમાજના ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓના વડાઓ સાથે મુખ્યમંત્રી મુલાકાત લેશે. જેમા ખોડલ ધામ તેમજ ઉમિયા ધામના ટ્રસ્ટ આગેવાનો સાથે તેઓ મુકાલાત લેવાના છે. સમગ્ર મુદ્દે પાટીદાર સમાજમાં અત્યાર સુધી મળેલી બેઠકોને લઈને ખાસ વાતચીત કરવામાં આવશે. સાથેજ સમાજના હિતને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાંજે 6 વાગે ગાંધીનગરમાં આ બેઠક યોજાવાની છે. જેમા પાટીદાર સમાજના આગેવાન સહિત ધાર્મિક અને સામાજિક સંસ્થાના વડા સાથે મુખ્યમંત્રી મુલાકાત લેશે. જેમાં તેઓ ખોડલધાનમા નરેશ ભાઈ, ઉંઝા ઉમિયાધામના મણીભાઈ મમ્મી, બાબુ જમના પચેલ, સીદસર મંદિરના જયરામ પટેલ, ઉંઝા મંદિરના દિલીપ ભાઈ, સોલા ઉમિયા કેમ્પસના વાસુદેવ પટેલ અને ખોડલધામના દિનેશ કુંભાણી સાથે મુલાકાત લઈ શકે છે.