રાજકારણ@ગુજરાત: વાવ બેઠક પર કોંગ્રેસની હાર બાદ ગેનીબેનનું પ્રથમ નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે, ત્યારે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. આ દરમિયાન વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે.
ગેનીબેન ઠાકોરે કહ્યું કે, 'કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મતદારોનો આભર માનુ છું. આ ચૂંટણીમાં કોંગ્રેસને ખૂબ મત મળ્યાં છે, પરંતુ ક્યાંકને ક્યાંક અમારી કચાસ રહી છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. આ વખતે અમે થોડા મત માટે રહી ગયા છીએ, પરંતુ આવનાર સમયમાં પૂરો અભ્યાસ કરીને અમારી કચાસ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. જ્યારે ભાજપના ઉમેદવારે આપેલા વાયદા પૂરા કરે તેવી આશા રાખું છું.' તેઓએ કહ્યું કે, 'કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મતદારોનો આભર માનુ છું.આ ચૂંટણીમાં કોંગ્રેસને ખૂબ મત મળ્યાં છે, પરંતુ ક્યાંકને ક્યાંક અમારી કચાસ રહી છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. આ વખતે અમે થોડા મત માટે રહી ગયા છીએ, પરંતુ આવનાર સમયમાં પૂરો અભ્યાસ કરીને અમારી કચાસ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. જ્યારે ભાજપના ઉમેદવારે આપેલા વાયદા પૂરા કરે તેવી આશા રાખું છું.'
અપક્ષ ઉમેદવાર અને મતોની ધારણાને લઈને ગેનીબેન કહ્યું કે, 'અમારી ગણતરી હતી કે, અપક્ષ ઉમેદવાર 30 હજારથી વધુ મત મેળવશે. પરંતુ જાતિવાદી મતદાન અને જાતિવાદી સમીકરણને કારણે અમારી ધારણાથી વધુ ભાજપને મત ગયા હતા, જેથી ક્યાંકને ક્યાંક અમારી નાની મોટી ભૂલ રહી ગઈ હતી. આવનાર સમયમાં અમે આ કચાસ દૂર કરીશું અને અમે લોક ચુકાદો માથે રાખીએ છીએ.'