રાજકારણ@ગુજરાત: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ, આ દિવસે યોજાઈ શકે છે ચૂંટણી

 
ચૂંટણી

આગામી 1 મે પછી ચૂંટણી યોજાઈ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ હવે જોવા મળી રહ્યો છે. રાજ્યમાં લાંબા સમયથી બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તૈયારીઓ તેજ બની છે. નવા અપડેટ આવ્યા છે કે, આગામી 1 મે પછી ચૂંટણી યોજાઈ શકે છે, તેથી રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ત્રણેય રાજકીય પક્ષોએ પોતાના સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે.ગુજરાતમાં 260 તાલુકા પંચાયતો, 32 જિલ્લા પંચાયતો અને 71 નગરપાલિકાઓની ચૂંટણી 1 મે બાદ યોજાય તેવી શક્યતા છે.


ગુજરાતમાં ભર ઉનાળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી જાય તેવા ભણકારા વાગી રહ્યાં છે. હવે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સંભવ 1 મેના રોજ મતદાન યોજાય તેવી શક્યતા છે. ગુજરાત સ્થાપનાના દિનના દિવસે ગુજરાતમાં 260 તાલુકા ગુજરાતમાં પંચાયત, 32 જિલ્લા પંચાયત, 15 મહાનગરપાલિકા અને 71 નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગે આ માટે મતદાર મંડળો-યાદીને આખરી આપ આપવા પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. ત્યારે આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં ચૂંટણીના માહોલને કારણે ગરમાવો આવશે.રાજ્ય ચૂંટણી આયોગે SIR પછી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા-ECIની મતદાર યાદીને આધારે પંચાયતોમાં મતક્ષેત્રો અને પાલિકાઓમાં વોર્ડમાં બેઠકોની ફાળવણી માટે પ્રાથમિક જાહેરનામાઓ પ્રસિધ્ધ કર્યા છે. સંભવતઃ માર્ચ મહિનાના અંત સુધીમાં તેને ફાઈનલ કરી દેવામાં આવે તેવી શક્યા છે.

તેના બાદ એપ્રિલ મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહે ચૂંટણી જાહેર કરવા લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો છે. જેના આધારે શક્યતા 1 મે બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં આગામી વર્ષે આવી રહેલી વિધાનસભાની ચૂંટણી માટે લિટમસ ટેસ્ટ ગણવામાં આવશે તેવું રાજકીય તજજ્ઞોનું માનવું છે. ગુજરાત વિધાનસભાની પાંચ વર્ષની મુદ્દત ડિસેમ્બર, 2027 ના રોજ પૂર્ણ થશે. ત્યારે વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ પણ જલ્દી જ શરૂ થઈ જશે. આ જોતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહત્વપૂર્ણ માનવામાં આવશે.