રાજકારણ@ગુજરાત: મંત્રીઓને સરકારી કામ સિવાય પ્રવાસ નહીં કરવા નવા મુખ્યમંત્રીનો આદેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતની નવી સરકારના મંત્રીમંડળના શપથગ્રહણ બાદ હવે સરકરા એક્શનમાં આવી છે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ નવનિયુક્ત મંત્રીઓને આદેશ આપ્યા છે. રાજ્યના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને આગામી 15 દિવસ સુધી ગાંધીનગર ન છોડવાની તાકિદ કરી છે એટલું જ નહીં મંત્રીઓને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવા સુચના પણ
 
રાજકારણ@ગુજરાત: મંત્રીઓને સરકારી કામ સિવાય પ્રવાસ નહીં કરવા નવા મુખ્યમંત્રીનો આદેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતની નવી સરકારના મંત્રીમંડળના શપથગ્રહણ બાદ હવે સરકરા એક્શનમાં આવી છે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ નવનિયુક્ત મંત્રીઓને આદેશ આપ્યા છે. રાજ્યના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને આગામી 15 દિવસ સુધી ગાંધીનગર ન છોડવાની તાકિદ કરી છે એટલું જ નહીં મંત્રીઓને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવા સુચના પણ આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આદેશ કરતા મંત્રીઓને સરકારી કામ સિવાય કોઈ પ્રવાસ ન કરવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. તેમજ મંત્રીઓને આગામી બજેટના કામની સમીક્ષા કરવા સહિતની કામગીરી પર ચર્ચા કરવાના આદેશ આપી દેવાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકારણ@ગુજરાત: મંત્રીઓને સરકારી કામ સિવાય પ્રવાસ નહીં કરવા નવા મુખ્યમંત્રીનો આદેશ
જાહેરાત

રાજ્યના નવ નિયુક્તમંત્રીઓના શિરે મહત્વની જવાબદારી સોંપવામાં આવતા હવે તમામ મંત્રી મંડળને 100 ટકા પર્ફોમન્સ આપવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. આ 10 મંત્રીઓમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, રાઘવજી પટેલ, કિરિટસિંહ રાણા, પૂર્ણેશ મોદી સિવાય કોઈ કેબિનેટ મંત્રીને વહીવટી અનુભવ નથી.પાંચ મંત્રી સિવાય બાકીના પાંચ એકદમ કોરી સલેટ છે. સરકારના કોઈ પદ પર તેઓ રહ્યા નથી.ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, નરેશ પટેલ, પ્રદીપ પરમાર અને અર્જૂનસિંહ ચૌહાણ ક્યારેય સરકારમાં કોઈ પદ શોભાવ્યું નથી.અને સીધું તેમને કેબિનેટ જેવું મોટું મંત્રાલય અપાયું છે.તો રાજ્યકક્ષાનો જેમને સ્વતંત્ર હવાલો સોંપાયો છે તેવા પાંચ મંત્રીઓમાં એક પણ અનુભવી નથી.હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી અને મનીષા વકીલ એકદમ નવા છે.હા તેમની પાસે અનુભવ છે તો માત્ર ધારાસભ્યનો. પરંતુ સરકાર ચલાવવાનો કોઈ જ જ્ઞાન નથી. તેમ છતાં રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો તેમને સોંપી બહૂ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.